અમદાવાદ: અમદાવાદના (Ahmedabad news) શાહીબાગ વિસ્તારમાં આવેલા બંગલામાં નળ ફીટ કરવા બાબતે આવેલા પ્લમ્બરે મહિલાની આંખમાં સ્પ્રે છાંટી લૂંટ કરવાની કોશિશ (plumber try to loot woman) કરી હોવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાને પહેલા વાળ પકડીને ખેંચી હતી અને બાદમાં તેની આંખમાં બે સ્પ્રે છાંટીને માર માર્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઇ જતા અંતે લૂંટારુઓ ભાગી ગયા હતા જોકે મુખ્ય સુત્રઘારને સોસાયટીના રહીશોએ પકડી પાડ્યો હતો.
શાહીબાગ વિસ્તારના ઘોડાકેમ્પ ખાતે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા 39 વર્ષિય ડિમ્પલબેન વિનોદભાઇ શાહે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પલ્મ્બર ધર્મેન્દ્ર રમેશભાઇ સોલંકી અને તેના સાગરીત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. વિનોદભાઇ ઓઢવ ખાતે સ્ક્રેપની દુકાન ધરાવે છે જેમાં તે ગઇકાલે સવારે દુકાન પર ગયા હતા.
વિનોદભાઇ દુકાન પર ગયા બાદ ડીમ્પલબેન ઘરે એકલાજ હોય છે જેનો ફાયદો લૂંટારૂઓએ ઉઠાવ્યો હતો. ગઇકાલે બપોરે ડીમ્પલબેન સુતા હતા હતા ત્યારે બપોરે અઢી વાગ્યાની આસપાસ ઘરની ડોરબેલ વાગી હતી. ડીમ્પલબેન ઉઠીને દરવાજો ખોલ્યો તે ઘરની બહાર ધર્મેન્દ્ર સોલંકી તથા અન્ય અજાણ્યો યુવક ઉભા હતા.
ધર્મેન્દ્રએ ડિમ્પલબેનને કહ્યુ હતું કે તમારા પતિ વિનોદભાઇએ રસોડામાં નળનું પાણી ટપકતુ હોય જેનુ રીપેરીંગ કામ કરવા માટે મોકલ્યા છે. નળનું પાણી ટપકતુ હોવાથી ડીમ્પલબેને બન્ને જણાને ઘરમાં એન્ટ્રી આપી હતી અને બાદમાં રસોડામાં લઇ ગયા હતા. રસોડામાં સામાન અસ્તવ્યસ્ત હોવાથી ડીમ્પલબેને તેને સરખો મુકવાનું શરૂ કર્યુ હતું.
દરમિયાનમાં ધર્મેન્દ્ર સાથે આવેલા શખ્સે તેમના વાળ પકડીને ખેંચ્યા હતા જ્યારે ધર્મેન્દ્રએ તેની બેગમાંથી સ્પ્રેની બોટલ કાઢી હતી અને ડીમ્પલબેનના મોઢા ઉપર છાંટી હતી. ડીમ્પલબેને બુમાબુમ કરી મુકતા ધર્મેન્દ્રએ તેમને પેટમાં અને મોઢા ઉપર ફેંટો મારી હતી. જ્યારે શખ્સે ડીમ્પલબેનના વાળ ખેંચીને જમીન પર પછાડી દીધી હતી.
બન્ને જણા ડીમ્પલબેનને માર મારતા હતા ત્યારે તેમને બુમાબુમ શરુ કરી દીધી હતી. ડીમ્પલબેનની બુમાબુમ સાંભણતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા જેથી બન્ને જણા ભાગવા જતા હતા જેમાંથી ધર્મેન્દ્ર ઝડપાઇ ગયો હતો જ્યારે બીજો શખ્સો ભાગવામાં સફળ રહ્યો હતો.
ડીમ્પલબેનને આંખમાં બળતરા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે તેમના પતિને પણ જાણ કરવામાં આવી હતી જ્યારે ઘર્મેન્દ્રને સોસાયટીના રહીશોએ મારમારીને પોલીસને સોંપ્યો હતો.
એક વર્ષ પહેલા ફરિયાદી એ તેમના ઘરમાં લાઈટિંગનું કામ જયદીપ ઇલેટ્રીકવાળાને આપ્યુ હતું. જયદીપ ઇલેટ્રીકનું કામ કરવા માટે ઘરે આવતો હતો ત્યારે ધર્મેન્દ્ર પણ તેમની સાથે આવતો હતો. ધર્મેન્દ્ર અવારનવાર આવતો હોવાના કારણે ડીમ્પલબેન તેમજ વિનોદભાઇ તેને ઓળખતા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર