અમદાવાદમાં 1 કરોડની રોકડ સાથે બે યુવકોની અટકાયત

News18 Gujarati
Updated: March 28, 2019, 10:01 PM IST
અમદાવાદમાં 1 કરોડની રોકડ સાથે બે યુવકોની અટકાયત

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યભરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ બંદોબસ્ત દરમિયાન અમદાવાદમાં એક કરોડ રૂપિયાની રોકડ સાથે PCBએ બે યુવકોની ધરપકડ કરી છે. હાલ બંને યુવકની સઘન પૂછપરછ ચાલી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદના નવરંગપુરામાં બાતમીના આધારે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન એક કરોડ નગદ રકમ સાથે બે યુવકોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે સમગ્ર ઘટના અંગે IT ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે. અટકાયત કરવામાં આવેલા યુવકોમાં એકનું નામ નિશાંત પટેલ અને બીજાનું નામ અક્ષય સોની હોવાનું સામે આવ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ 'વિઠ્ઠલ સિવાય વાત નહી, રમેશ ધડૂકને મત નહીં' સોશિયલ મીડિયામાં પત્રિકા

ઉલ્લેખનીય છે કે ચૂંટણીને ધ્યાને રાખી રાજ્યભરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેર તથા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. ચૂંટણી હોવાથી નાણાં અને દારૂની રેલમછેલ અટકાવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
First published: March 28, 2019, 8:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading