Rooftop પૉલિસી હેઠળ 2 લાખ ઘરોમાં સોલાર ઉર્જા ઉત્પાદિત કરવાનું લક્ષ્યાંક: ઉર્જામંત્રી

News18 Gujarati
Updated: August 30, 2019, 5:31 PM IST
Rooftop પૉલિસી હેઠળ 2 લાખ ઘરોમાં સોલાર ઉર્જા ઉત્પાદિત કરવાનું લક્ષ્યાંક: ઉર્જામંત્રી
પ્રતિકાત્મક તસવીર

ઉર્જામંત્રી સૌરભ પટેલે જીકોમ નેટવર્કના અભિગમને આવકારતાં કહ્યું કે, પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાતે નક્કર આયોજન કર્યું છે.

  • Share this:
ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પર્યાવરણની જાળવણી થાય અને પ્રદૂષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે યુરોપીયન યુનિયનના ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન સાથે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના મેયરો-કમિશનરો તથા કલાઇમેટ ચેન્જ વિભાગ વચ્ચે ગ્લોબલ કોવોનન્ટ ઓફ મેયર ફોર કલાઇમેટ ચેન્જ એનર્જી સંદર્ભે ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. થયા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જ એ વૈશ્વિક સમસ્યા છે ત્યારે આ સમસ્યા સામેના પડકારોને પહોંચી વળવા માટે તથા ઇકો ફ્રેન્ડલી દેશના નિર્માણ માટે સૌ દેશવાસીઓએ સંકલ્પબદ્ધ બનવું પડશે. તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં કલાયમેટ ચેન્જ વિભાગ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો અને તેમની દીર્ઘદ્રષ્ટી અને લાંબાગાળાના આયોજનના પરિણામે પર્યાવરણ જાળવણી માટે પણ ગુજરાત દેશભરમાં અગ્રીમ સ્થાને રહી મોડલ બન્યું છે ત્યારે પર્યાવરણના સંરક્ષણ માટે આપણે સૌએે સહિયારા પ્રયાસો કરવા જોઇએ.

પટેલે ઉમેર્યું કે, યુરોપિયન યુનિયનના ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશનના તકનિકી અને વૈજ્ઞાનિક સહાયથી ગુજરાતમાં કલાયમેટ ચેન્જ ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવવા માટે કોવોનન્ટ ઓફ મેયર્સ ઓફ ગુજરાત ફોર કલાયમેટ ચેન્જ એન્ડ એનર્જી (જીકોમ) નેટવર્કની રચના થશે એ માટે આ એમ.ઓ.યુ. કરાયા છે. આ નેટવર્ક હેઠળ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરને સસ્ટેનેબલ અને લો કાર્બન અર્બન ડેવલપમેન્ટ અંગેના પ્રયાસોને વેગ મળશે. જીકોમના માધ્યમથી રાજ્યની મુખ્ય નગરપાલિકાઓ કલાયમેટ ચેન્જથી થનાર અસરને નિયંત્રિત કરવા માટે યોગ્ય માર્ગદર્શન અને સહાય મળશે તથા શહેરનું સમગ્ર આયોજન કલાયમેટ ચેન્જ તથા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતને કેન્દ્રમાં રાખીને કરી શકશે. જે થકી નાગરિકોના જીવન વધુ સુદ્રઢ અને સમૃદ્ધ બનશે,”.

નીતિન પટેલે કહ્યું કે, પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે ૨જી ઓકટોબર-ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીએ વડાપ્રધાન દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધનું અભિયાન હાથ ધરવામાં આવનાર છે. તેમાં પણ સૌ દેશવાસીઓ સહયોગ કરે તે જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગ અટકાવવું, પ્રદૂષણ થતુ અટકાવવું, જળવાયુ-પરિવર્તનને સારી રીતે શુદ્ધ રાખવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. એ સુપેરે નિભાવીશું તો જ આવનારી પેઢીને આપણે સ્વચ્છ પર્યાવરણની ભેટ આપી શકીશું. રાજ્ય સરકાર દ્વારા રીન્યુએબલ એનર્જીને પણ પ્રોત્સાહન અપાયું છે અને સૌર ઉર્જા, વીન્ડ ઉર્જા, સોલાર રૂફ ટોપને પ્રોત્સાહન, પાણીનું શુદ્ધિકરણ, રીયુઝ્ડ ટ્રીટેડ, ટર્સરી ટ્રીટમેન્ટ આપીને પાણીને બચાવવા પણ સંકલ્પબદ્ધ બનવું પડશે,”.

ઉર્જામંત્રી સૌરભ પટેલે જીકોમ નેટવર્કના અભિગમને આવકારતાં કહ્યું કે, પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાતે નક્કર આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે ૨૦૨૨ સુધીમાં ૧.૭૫ લાખ મેગાવોટ પુનઃ ઊર્જા ઊત્પાદનનું લક્ષ્યાંક સેવ્યું છે તેમાં ગુજરાતે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હાલ રાજ્યમાં ૮ હજાર મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે અને નવા ૨૨ હજાર મેગાવોટ આવનાર સમયમાં ઉત્પાદિત કરાશે,”.
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા માર્ચ ૨૦૨૦ સુધીમાં ૨ લાખ જેટલા રહેણાંક ઘરોમાં સોલાર રૂફટોપ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તે પરિપૂર્ણ કરાશે સાથેસાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ૨૦૨૨ સુધીમાં ૮ લાખ ઘરો ઉપર સોલાર રૂફ ટોપ લગાવવા માટે લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે તે પણ સમયસર પૂર્ણ કરાશે.હાઇબ્રિડ પૉલિસીથી 10 વર્ષમાં વીજળીનું ઉત્પાદન

તેમણે ઊમેર્યુ કે રાજ્ય સરકારે હાઈબ્રિડ પોલિસી અંતર્ગત કચ્છ ખાતે ૧૦ વર્ષમાં ૩૦ હજાર મેગાવોટ ઉત્પન્ન કરવાનું આયોજન કર્યું છે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ ખાતે પાર્કના નિર્માણ માટે સબસીડી પણ આપવામાં આવશે. તેમજ જે કંપનીઓએ પાર્ક ખાતે પ્રોજેક્ટ સ્થાપવા માટે રસ દાખવ્યો છે તેઓને ટૂંક જ સમયમાં જમીન પણ ફાળવવામાં આવશે. ઉત્પાદિત 30 હજાર મેગાવોટ ઊર્જામાંથી ૨૦ હજાર મેગાવોટ ઊર્જા અન્ય રાજયોને અપાશે. નાના પાયા પર સૌર નીતિ ધરાવતું ગુજરાત એક માત્ર રાજ્ય છે. રાજ્યમાં કોઈપણ કંપની ૫૦૦ કિલોવોટથી ૪ મેગાવોટ પુન:પ્રાપ્ય ઊર્જા ઊત્પન્ન કરશે તો છેલ્લે આપવામાં આવેલા ટેન્ડરના ભાવ કરતા ૨૦ પૈસા વધુ આપવામાં આવશે,”.
યુરોપિયન-ઈન્ડિયા ડેલિગેશનના ફસ્ટ કાઉન્સિલર એન્ડ હેડ ઓફ સેક્શન હેનરીએટ ફેર્ગેમેનએ ગુજરાત સરકારની ક્લાઈમેટ ચેન્જ સંદર્ભેની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, ગુજરાત ક્લાયમેન્ટ ચેન્જ નામનો અલાયદો વિભાગની સ્થાપના કરી હોય તેવું ભારતનું એકમાત્ર રાજ્ય છે.

GCOMનો હેતુ શું છે ?

ગ્લોબલ કોવનેન્ટ ફોર મેયર્સ (GCOM) નો મુખ્ય હેતુ વિશ્વના શહેરોમાં પ્રદુષણ ઘટાડી પ્રદુષણમુક્ત શુદ્ધ હવા રાખવાનો છે. વાતાવરણમાં રહેલા કુલ કાર્બનડાયોક્સાઈમાંથી પ્રતિ વર્ષ 1.3 બિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ ઘટાડો કરવાનો છે. વિશ્વના 6 ખંડના 132 દેશોના 9,000 થી વધારે શહેરો GCOM ના સભ્યો છે. રાજ્યના સૂરત અને રાજકોટ પણ GCOM ની આ પહેલના ભાગ છે.

ગુજરાત સરકાર અને GCOM બંન્ને વચ્ચે ક્લાયમેન્ટ ચેન્જની દિશામાં યોગ્ય પગલાં લઈને શહેરો અને ગામડાઓને પ્રદુષણમુક્ત બનાવવા માટે થયેલ આ એમઓયુ ગુજરાતને પર્યાવરણ ક્ષેત્રે વધુ સુદ્રઢ બનાવવા મહત્વના બની રહેશે.
First published: August 30, 2019, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading