અમદાવાદ : પાણીની ચેમ્બરમાં માપણી કરવા ઉતરેલા બે મજુરોના મોત

News18 Gujarati
Updated: October 20, 2019, 8:42 PM IST
અમદાવાદ : પાણીની ચેમ્બરમાં માપણી કરવા ઉતરેલા બે મજુરોના મોત
અમદાવાદ : પાણીની ચેમ્બરમાં માપણી કરવા ઉતરેલા બે મજુરોના મોત

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ : અમદાવાદના વિશાલા સર્કલ પાસે પાણીની ચેમ્બરમાં પડતા બે મજૂરો ના મોત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધપાણીની ચેમ્બર નું કામ ચાલી રહ્યું હતું. જેમાં એક મજૂર કોન્ટ્રાકટરના કહેવાથી માપણી કરવા ઉતાર્યો હતો. અચાનક જ તે મજુરને કોઈ તકલીફ થઈ હોવાનુ લાગતા બીજા બે મજુર પણ ઉતર્યો હતો. જેમાંથી એક મજુરને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો પરંતુ અન્ય બે મજુરને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી.

ફાયરના સ્ટાફે બે મજુરોને બહાર કાઢી સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યા તેમને મૃત જાહેર કર્યા હતા. ફાયરના અધિકારી રાજેશ ભટ્ટએ જણાવ્યું હતું કે મજુરોના મોત પાણીની ચેમ્બરમાં પટકાવાથી થયા છે. એક મજુરને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ પાણીની ચેમ્બર હજુ ચાલુ થઈ નથી અને તેમા કોઈ ગેસ પણ નીકળ્યો નથી. જો કે પ્રત્યક્ષદર્શી અને પરિવારજનોએ જણાવ્યુ હતુ કે પાણીની ચેમ્બરમાં પહેલો મજુર ઉતર્યો તે બેહોશ થઈ ગયો હતો અને તેને બચાવવા બીજો ઉતર્યો તે પણ બેહોશ થઈ ગયો હતો અને ત્રીજો મજુર ઉતર્યો તેને પણ કોઈ તકલીફ થતા તરત જ લોકોએ બહાર નીકાળી લીધો હતો જેના કારણે તેનો જીવ ગયો હતો. ચેમ્બર 12થી 15ફુટ જેટલી જ છે તો તેમાં પટકાવવાથી કોઈ મોત થઈ શકે નહી. હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: October 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading