અમદાવાદ: તળાવમાં નાહવા પડેલાં બે બાળકોનાં મળ્યા મૃતદેહ

અમદાવાદ: તળાવમાં નાહવા પડેલાં બે બાળકોનાં મળ્યા મૃતદેહ
પ્રતિકાત્મક તસવીર

ઓઢવ વિસ્તારમાં બે બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા અને તે બાદ તેઓ લાંબા સમય સુધી ન દેખાતા તેમની શોધખોળ હાથ ધરાઇ હતી

 • Share this:
  અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં બે બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા અને તે બાદ તેઓ લાંબા સમય સુધી ન દેખાતા તેમની શોધખોળ હાથ ધરાઇ હતી જે બાદ બંને બાળકોનાં મૃતદેહ મળી આવ્યા છે.

  આ બળકોની ઉંમર સાત અને પાંચ વર્ષ છે. એક બાળકનું નામ ફિલદા અને બીજાનું શિવ છે. હાલમાં ઓઢવ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હાલમાં બંને બાળકોનાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં બંને બાળકોની મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પણ મૃતદેહ મેળવનારા ફાયર બ્રિગેડની ટીમનું કહેવું છે કે બાળકોનું ડુબી જવાથી મોત નીપજ્યુ છે.  લાંભા નજીક ત્રણ લોકોનાં ડુબી જવાથી થયા હતાં મોત
  આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલાં જ શહેરમાં લાંભા વિસ્તાર નજીક ત્રણ લોકોનાં તળાવમાં ડુબી જવાથી મોત નીપજ્યા હોવાની ઘટના બની હતી. જેમાં 1 બાળક એક મહિલા અને પુરૂષનું મોત થયુ હતું. જ્યારે વર્ષ 2018માં અત્યાર સુધીમાં આખા રાજ્યમાં અત્યાર સુધીમાં 13 બાળકો ડુબી જવાની ઘટના બની છે.

  ઋત્વિજ સોની, અમદાવાદ
  First published:July 30, 2018, 16:36 pm

  टॉप स्टोरीज