Home /News /madhya-gujarat /અમદાવાદ : રિવરફ્રન્ટ પર ફટાકડા ફોડવાની કિંમત 90 હજાર રૂપિયા, જાણો કેવી રીતે

અમદાવાદ : રિવરફ્રન્ટ પર ફટાકડા ફોડવાની કિંમત 90 હજાર રૂપિયા, જાણો કેવી રીતે

પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી

Ahmedabad news- પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

અમદાવાદ : દિવાળીના (Diwali)પર્વમાં ઘરફોડ ચોર કે ચેઇન સ્નેચરોની જાણે કે સિઝન આવી હોય તેમ એક પછી એક બનાવોને અંજામ આપી રહ્યા છે. શહેરમાં હવે ચેઇન સ્નેચરો (Chain Snatchers)મોડી સાંજે પણ આવા બનાવોને અંજામ આપી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં આવા બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક બનાવમાં રિવરફ્રન્ટ (Riverfront)પર ફટાકડા ફોડીને ઘરે જઈ રહેલ મહિલાનું નેકલેસ તોડીને એક આરોપી ફરાર થઈ ગયો છે. જ્યારે બીજો બનાવ નારણપુરા (Naranpura)વિસ્તારમાં જોવા મળ્યો છે.

નવરંગપુરા વિસ્તારમાં રહેતા કૃણાલ બેન દુધિયા પરિવાર સાથે રિવરફ્રન્ટ પર ફટાકડા ફોડવા માટે ગયા હતા. ફટાકડા ફોડીને તેમની જેઠાણીના એક્ટીવા પર ઘરે જવા માટે નીકળ્યા હતા. તે સમયે તિબેટિયન માર્કેટ પાસે રિવરફ્રન્ટ ફૂટપાથ પર એક ઈસમ તેમની નજીક આવ્યો હતો અને ગળામાં હાથ નાખીને તેમની સોનાનું નેકલેશ તોડી ફરાર થઇ ગયો હતો. નેકલેશની કિંમત 90 હજાર રૂપિયા થાય છે. જે અંગેની જાણ પોલીસને કરતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની ફરિયાદ નોંધીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - ગાંધીનગર : સફેદ કપડામાં વરરાજા અને કન્યાએ કર્યા અનોખા લગ્ન, જાણો કેવી રીતે

જ્યારે અન્ય એક બનાવમાં જૂનાવાડજ વિસ્તારમાં રહેતા કોકિલા બેન પરિવાર સાથે નવરંગ સર્કલ પાસે એક હોટલમાં જમવા માટે ગયા હતા. રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ તેમનો પુત્ર વાહન પાર્ક કરતો હોવાથી તેઓ રોડ પર ઉભા હતા. ત્યારે કોઈ અણજાણ્યો ઈસમ તેમની પાસે આવ્યો હતો અને સોનાની મગમાળા તોડીને મોટર સાયકલ પર ફરાર થઈ ગયો હતો. મગમાળાની કિંમત 45 હજાર રૂપિયા થાય છે. જે અંગેની ફરિયાદ તેમણે નારણપુરા પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - અમદાવાદ : ઓનલાઇન એજ્યુકેશનની આફત, બાળકોની યાદશક્તિ ઘટતા 40 ટકા વાલીઓ લઈ રહ્યા છે સાઈકિયાટ્રીકની મદદ!

સગીરા પર દુષ્કર્મ કરનાર ઝડપાયો

રાજકોટમાં (Rajkot) સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરી નાસતા ફરતા ઈસમની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ધરપકડ કરી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે રાજકોટ શહેરમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલો આરોપી નિકોલમાં બાપાસીતારામ ચોક પાસે હાજર છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિજય ડાંગર નામના યુવકની ધરપકડ કરી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad news, અમદાવાદ, રિવરફન્ટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन