અમદાવાદનો વિચિત્ર કિસ્સો! NRI સામે ચાલીને કહ્યું 'ડ્યૂટી ફ્રી દારૂની બોટલો પડી છે', બે હોમગાર્ડે કર્યો રૂ.18 હજારનો તોડ

અમદાવાદનો વિચિત્ર કિસ્સો! NRI સામે ચાલીને કહ્યું 'ડ્યૂટી ફ્રી દારૂની બોટલો પડી છે', બે હોમગાર્ડે કર્યો રૂ.18 હજારનો તોડ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પાસે બે હોમગાર્ડના જવાનોએ NRI પાસેથી રૂ.18 હજારની રોકડ અને વિદેશી દારૂની બે બોટલ પડાવી લીધી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરમાં નાગરિકોને લૂંટવામાં ગુનેગારો જ નહિ પરંતુ હવે લૂંટારુઓની ગણતરીમાં હોમગાર્ડ જવાનો (home guard jawan) પણ આવી રહ્યા છે. તાજેતરમાં જ ઇસનપુરમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ યુવક પાસેથી રૂ. નવ હજાર પડાવ્યા હતા. ત્યારે હવે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે (Ahmedabad-baroda express way) પાસે બે હોમગાર્ડના જવાનોએ NRI પાસેથી રૂ.18 હજારની રોકડ અને વિદેશી દારૂની બે બોટલ પડાવી લીધી હતી. સનગલાસ અને ઈયરપોડ પણ લઈ લીધા હતા. ઉચ્ચ અધિકારીઓને રજુઆત કર્યા બાદ હવે રામોલ પોલીસ સ્ટેશનમાં (Ramol police station) બંને હોમગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

મહેસાણા જિલ્લાના જાણિતા શહેરમાં રહેતાં સ્નેહલભાઈ પટેલ અમેરિકા રહે છે. સ્નેહલભાઈ અવારનવાર તેમના પરિવારજનોને મળવા માટે ઊંઝા ખાતે આવતા રહે છે. સ્નેહલભાઈ ડિસેમ્બર મહિનામાં અમેરિકાથી મુંબઈ આવ્યા અને વિલે પારલે ઈસ્ટ ખાતે હોમ કોરન્ટાઈન થયા હતા. 10 ડિસેમ્બરના રોજ સ્નેહલભાઈ તેમના સાળા પ્રતિક પરીખની કાર લઈ મુંબઈથી સવારે ઊંઝા આવવા નીકળ્યા હતા.



અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલટેક્સ પાસે બપોરે પહોંચ્યા ત્યારે ખાખી કપડામાં રહેલા બે શખ્સે તેમની કાર રોકી ડ્રાઇવિંગ લાઇસન્સ માંગતા તેઓએ આપ્યું હતું. બન્ને શખ્સે સ્નેહલભાઈને સાઈડમાં ઉભા રહેવા જણાવી કારમાં તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-

સ્નેહલભાઈ તેઓને ડ્યૂટી ફ્રી શોપમાંથી કાયદેસર ખરીદેલી દારૂની બોટલ બેગમાં હોવાનું સામે ચાલીને કહ્યું હતું. ખાખી કપડામાં રહેલા શખ્સોએ ગાડી જમા લેવી પડશે. તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે કેસ થશે તેવી વાતો કરી સ્નેહલભાઈને ડરાવી દીધા હતા.

આ પણ વાંચોઃ-

સ્નેહલભાઈને બન્નેએ પતાવટ કરવી પડશે તેમ કહી ડરાવી દારૂની બે બોટલ, રોકડ 18 હજારની રકમ પડાવી કહ્યું કે, જતા રહો સાહેબની ગાડી આવશે. આથી સ્નેહલભાઈ કાર લઈને નીકળી ગયા હતા. ઊંઝા પહોંચ્યા બાદ બે-ત્રણ દિવસ પછી તેઓને ધ્યાને આવ્યું કે કારમાં મૂકેલા સનગ્લાસ, વાયરલેસ ઈયરપોડસ અને લેધર બેલ્ટની પણ ખાખી યુનિફોર્મમાં રહેલા પોલીસ જેવા લાગતા શખ્સોએ ચોરી કરી લીધી છે.



સ્નેહલભાઈએ બે દિવસ બાદ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ઘટનાની રજૂઆત કરી હતી. કમિશનરે ઝોન 5 DCP અચલ ત્યાગીને લેખિત અરજી આપવા જણાવ્યું હતું. એક મહિનાની તપાસ અંતે DCP ઝોન 5 ઓફિસના સ્ટાફે સ્નેહલભાઈને હોમગાર્ડના ફોટો બતાવતા તેઓએ પૈસા પડાવનાર બે આરોપીને ઓળખી લીધા હતાં. હોમગાર્ડ જવાન રવિ ગ્રામીણ અને સુરેશ જાદવ નામના બને હોમગાર્ડ સામે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:January 17, 2021, 14:58 pm

ટૉપ ન્યૂઝ