અમદાવાદઃ હાઇકોર્ટમાં ખોટી એફિડેવિટ કરનાર બે વકીલોની ધરપકડ

News18 Gujarati
Updated: July 31, 2019, 5:10 PM IST
અમદાવાદઃ હાઇકોર્ટમાં ખોટી એફિડેવિટ કરનાર બે વકીલોની ધરપકડ
પકડાયેલા વકીલની તસવીર

આરોપી એડવોકેટે નિસર્ગ શાહે ક્ચ્છના એક જમીન કેસમાં આરોપી પક્ષે એક ફરિયાદ ક્રોસિંગની અરજી કરી હતી. જેમાં એક એફિડેવિટ પણ ફાઈલ કરી હતી.

  • Share this:
નવીન ઝઃ અમદાવાદના હાઈકોર્ટમાં બે વકીલોએ ખોટી એફિડેવિટ ફાઈલ કરી આરોપીઓને બચાવવાની કોશિશ કરી હતી જેના પગલે સોલા પોલીસે બે એડવોકેટની ધરપકડ કરી છે. જે ઘટના કોર્ટને ધ્યાનમાં આવતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

હાલ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરુ કરી છે. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નિસર્ગ શાહ સહિત બે એડવોકેટ સામે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં બન્ને આરોપીએ હાઈકોર્ટ સાથે છેતરપિંડી કરી હતી. આરોપી એડવોકેટે નિસર્ગ શાહે ક્ચ્છના એક જમીન કેસમાં આરોપી પક્ષે એક ફરિયાદ ક્રોસિંગની અરજી કરી હતી. જેમાં એક એફિડેવિટ પણ ફાઈલ કરી હતી.

નોંધનીય છે કે વર્ષ 2106ના આ કેસમાં ફરિયાદી હરજી પટેલને જાણ પણ ન હતી કે તેની ખોટી સહીઓ કરી સમાધાન માટે એક અરજી હાઈકોર્ટમાં થઈ છે. પરંતુ જ્યારે ફરિયાદીને ખ્યાલ આવ્યો ત્યારે તેમને આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી તપાસ માટે જણાવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદ: હથિયારો સાથે ચોરી કરતી ગેંગનો તરખાટ, ઘટના CCTVમાં કેદ

મહત્વનું છે કે હાઈકોર્ટે તપાસ શરુ કરી હતી અને જે કાગળો કોર્ટમાં રજૂ કર્યો હતો. તેની એફએસએલ તપાસ કરાવી હતી અને તપાસમાં જાણવા મળ્યું કે ખરેખર આ એફિડેવિટ ખોટી છે જેથી બન્ને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ મામલે એસીપી એ ડિવિઝન મુકેશ પટેલનું કહેવું છે કે નિસર્ગ શાહ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી તપાસના અંતે બન્નેની ધરપકડ કરી લેવામાં આવી છે.
First published: July 31, 2019, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading