સંકલનનો અભાવ હવે સપાટી પર, પરેશ રાવલ બાદ રૂપાલા પણ મેદાને

News18 Gujarati
Updated: November 16, 2018, 5:48 PM IST
સંકલનનો અભાવ હવે સપાટી પર, પરેશ રાવલ બાદ રૂપાલા પણ મેદાને
આમ તો કહેવત છે કે ગુજરાતીઓ બોલકા હોય છે, ગુજરાતી હોવાથી રાજકારણીઓ તો આખા બોલા હોવાના જ ને!

આમ તો કહેવત છે કે ગુજરાતીઓ બોલકા હોય છે, ગુજરાતી હોવાથી રાજકારણીઓ તો આખા બોલા હોવાના જ ને!

  • Share this:
આમ તો કહેવત છે કે ગુજરાતીઓ બોલકા હોય છે, ગુજરાતી હોવાથી રાજકારણીઓ તો આખા બોલા હોવાના જ ને! ચૂંટણી નજીક હોય અને નેતાઓના બેફામ નિવેદનો સ્વીકારી પણ લેવાય, પરંતુ ટાણા ટક વગર બોલતા નેતાઓને શું કહવું ? અત્યારસુધી તો વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં જાણીતા ભાજપના બે પીઢ નેતા પરેશ રાવલ અને પુરષોતમ રૂપાલાએ આડકતરી રીતે પોતાના જ કાર્યકરો અને સ્થાનિક નેતાઓનો ઉધળો લઇ લીધો.

સ્નેહમિલનમાં નિઃસ્નેહ

ગુરુવારે 'પોતાના મતવિસ્તારના પ્રવાસે' આવેલા અમદાવાદ પૂર્વના લોકસભાના સાંસદ પરેશ રાવલે આડેધડ નિવેદનો આપ્યા. પ્રસંગ હતો અમદાવાદ શહેરમાં ભાજપનો નુતવ વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગ સ્નેહમિલનનો હતો અને સાંસદ પરેશ રાવલ આંતરિક તિરાડ ઉભી કરી એવું લાગ્યું. 15 નવેમ્બરે જ અમદાવાદ ખાતે શહેર ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં પરેશ રાવલે તેજાબી પ્રવચન કર્યું હતું, એકદમ ફિલ્મી સ્ટાઈલમાં... તેમણે ભાજપની સ્થાનિક નેતાગીરીને બરાબરનાં ચાબખાં મારતા કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ દિલ્હી ગયા ત્યારે આપણા માટે ગુજરાતમાં લીલી વાડી મૂકતા ગયા છે, જ્યારે આપણે શું કર્યું..? આ લીલી વાડીને ઉજાડવામાં મથ્યા છીએ.. નરેન્દ્રભાઈ વારેઘડિયે ગુજરાત આવીને સ્થિતિ સંભાળવી પડે તો આપણે નગુણા કહેવાઈએ...

ઘટતું હતું એ રૂપાલાએ કહી દીધું...

આમ પરેશ રાવલના આંતરિક ચાબલાના સમાચાર સરખી રીતે ભાજપ કાર્યકર્તાઓ સુધી પહોંચ્યા પણ નહતા ત્યાં ભાજપના વધુ એક નેતાએ સ્નેહમિલનમાં બઘડાછટી બોલાવી દીધી. અમરેલીમાં એક કાર્યક્રમ દરમિયાન બોલકા રૂપાલાજીએ ચોખ્ખુ કહી દીધું કે ભાજપમાં જ આતંરિક વિખવાદ છે, રૂપાલાએ પોતાના શબ્દોમાં કહ્યું કે અમરેલી જિલ્લાની તમામ 5 વિધાનસભા બેઠક પર ભાજપની હારનું કારણ આંતરિક વિખવાદ છે, આ અંદરોઅંદરની લગામારીના કારણે થઇ હાર. રૂપાલાએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપ કાર્યકરોને એકબીજાના મોઢા જોવા નોતા ગમતા. આ વિખવાદથી કોંગ્રેસ ફાવી ગઇ અને કોંગ્રેસના નેતા માટી પગા અને પોણીયા છે.

આખા બોલા રૂપાલા અધુરામાં પૂરું ચોખ્ખુ કહી દીધું કે કામ કરવાથી મત નથી મળતાં, વર્ષ 1985નો પાક વીમો મેં 2001માં અપાવ્યો છતા મને મત ન મળ્યા. અને હું 2002માં હારી ગયો. ઉખ્ખેનીય છે કે 2002માં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે રૂપાલાની હાર થઇ હતી. સ્નેહમિલનમાં રૂપાલાના આવા નિવેદનોથી કાર્યક્રમમાં હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે કાર્યક્રમ પછી રૂપાલાના આવા નિવેદનો સાંભાળી ગુજરાત ભાજપના ટોચના નેતાઓ પણ મોટામાં આંગળી તો નાખી જ ગયા હશે !
First published: November 16, 2018, 5:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading