અમદાવાદમાં વર્ષોથી પાક્કી બહેનપણીઓને થયો પ્રેમ, ઘરમાં ખબર પડી તો ...

News18 Gujarati
Updated: June 16, 2019, 3:50 PM IST
અમદાવાદમાં વર્ષોથી પાક્કી બહેનપણીઓને થયો પ્રેમ, ઘરમાં ખબર પડી તો ...
પ્રિતિકાત્મક તસવીર

નરોડા વિસ્તારમાં સજાતીય સંબંધ ધરાવતી યુવતીનાં ઘરમાં ખબર પડતા તેને આત્મહત્યાનો પણ વિચાર આવ્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદમાં સજાતીય સંબંધનો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં નરોડા વિસ્તારમાં સજાતીય સંબંધ ધરાવતી યુવતીનાં ઘરમાં ખબર પડતા તેને આત્મહત્યાનો પણ વિચાર આવ્યો હતો. પરંતુ પછી મહિલા હેલ્પલાઇન 181માં ફોન કરીને આપવીતી જણાવી હતી. જે પછી તેમનાં સમજાવટથી બંન્ને યુવતીઓ માની અને સંબંધ તોડવાની બાંહેધરી આપી હતી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે નરોડાની 35 વર્ષીય યુવતી સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ અને 30 વર્ષની અન્ય યુવતી મિત્રો હતાં. તેઓ છેલ્લાં 19 વર્ષથી એકબીજાને ઓળખતાં હતાં. એક યુવતીનાં લગ્ન થોડાક વર્ષો પહેલાં લંડનમાં રહેતા યુવક સાથે થયાં હતાં. જે બાદ તેનો પતિ લગ્ન ફરી લંડન જતો રહેતા તે પિયર આવી ગઇ હતી. ફરીથી બંનેની મિત્રતા ગાઢ થઈ હતી. તેમના સજાતીય સંબંધની જાણ પરિવારને થઇ હતી.

આ પણ વાંચો : 16 વર્ષનો સ્ટુડન્ટ 24 વર્ષની યુવતીનાં પ્રેમમાં પડ્યો, વિરહમાં છોડ્યું ઘર

પરિવારને જાણ થતાં નર્સ યુવતીની નોકરી બંધ કરાવી દઇ અને તેનો મોબાઇલ પણ લઇ લીધો હતો. જે પછી તેને મામાનાં ઘરે મોકલી દીધી હતી. મામાનાં ઘરેથી તેણે યુવતી મિત્રને ફોન કરીને જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે ડિપ્રેશનમાં છે અને આત્મહત્યાના વિચારો આવે છે. આ સાંભળીને અન્ય યુવતી ચિંતિત થઇ જતાં તેણે અભયમમાં ફોન કરીને આ આખી ઘટના જણાવી હતી. 181 હેલ્પલાઇનનાં કાઉન્સેલરે આ બંન્ને યુવતીઓની વાત સાંભળી હતી. જે પછી કાઉન્સેલરે સમજાવતા તેમણે આ સંબંધનો અંત આણવા બાંયધરી આપી હતી. બંન્ને યુવતીઓ આત્મહત્યાનો પ્રયાસ પણ નહીં કરે તે માટે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
First published: June 16, 2019, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading