અમદાવાદ : મફતમાં સાડી લેવાની લાલચે મહિલાએ સોનાની મગમાળા ગુમાવી


Updated: February 12, 2020, 8:17 AM IST
અમદાવાદ : મફતમાં સાડી લેવાની લાલચે મહિલાએ સોનાની મગમાળા ગુમાવી
પ્રતિકાત્મક તસવીર

શેઠિયાને ત્યાં સાત વર્ષે છોકરાનો જન્મ થયો છે તેની ખુશીમાં શેઠ ગરીબોને સાડી વહેંચે છે, તેમ કહીને ગઠિયાઓએ મહીલાને વિશ્વાસમાં લીધી.

  • Share this:
અમદાવાદ : કહેવાય છે કે લાલચ બુરી ચીઝ હૈ. લાલચમાં આવીને અનેક લોકોને નુકસાન થયું  હોય તેવા કેટલાક બનાવો રોજબરોજ સામે આવે છે. છતાંપણ કેટલાક લોકો આવા ગઠિયાઓની વાતોમાં આવીને આર્થિક કે અન્ય નુકસાનને આમંત્રણ આપતા હોય છે. આવો જ એક કિસ્સો શહેરનાં ઓઢવ વિસ્તારમાં જોવા મળ્યો છે. બે ગઠિયાઓએ એક મહિલાને સાડીની લાલચ આપીને ગળામાં પહેરેલી સોનાની મગમાળા લઇ લીધી હતી.

ઓઢવ વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન નીમજેએ પોલીસ ફરિયાદ આપી છે કે, સોમવારે બપોરનાં દોઢેક વાગ્યાની આસપાસ તેઓ સોનીની ચાલી ઓવરબ્રીજ પાસે આવેલ બેંક ઓફ બરોડામાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ગયા હતાં. બેન્કમાંથી નીકળી તેઓ જયરાજ કોમ્પલ્ક્ષ પાસે રીક્ષાની રાહ જોઇ રહ્યા હતાં તે દરમિયાન બે શખ્સો તેમની પાસે આવ્યા હતાં. તેમને કહ્યું હતું કે, અહીં બાજુમાં હૉસ્પિટલમાં એક શેઠીયાનાં ઘરમાં સાત વર્ષે છોકરાનો જન્મ થયો છે. જે ખુશીમાં ગરીબ મહિલાઓને સાડીઓ વહેંચે છે. તેમ કહીને આ ગઠિયાઓ ફરિયાદીને નજીકમાં આવેલ પરી હોસ્પિટલનાં પગથીયા પાસે લઇ ગયા હતાં. જ્યાં ગઠિયાઓએ ફરિયાદીને કહેલ શેઠ ગરીબ મહિલાઓને સાડી આપે છે એટલે તમારા ગળામાં  રહેલ સોનાની માળા કાઢીને થેલીમાં મુકી દો. તેમ કહેતા જ ફરિયાદીએ સોનાની મગમાળા કાઢીને તેમની પાસે રહેલ થેલીમાં નાના પાકીટમાં મુકી દીધી હતી.

આ પણ વાંચો : મહેસાણા : ઝાડ સાથે જીપ અથડાતા પાંચ લોકોનાં મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત

જોકે, થોડી વારમાં આ ગઠિયાઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઇને બિસ્કીટના પેકેટ મુકવા માટે ફરિયાદી પાસે રહેલ થેલી માંગી હતી. જેથી ફરિયાદીએ તેમને આ થેલી આપી હતી. ત્યારબાદ આ ગઠિયાઓ અમે સાડી લઇને આવીએ છીએ તેમ કહીને જતા રહ્યા હતાં. જોકે, અડધો કલાક સુધી તેઓ પરત ન આવતા ફરિયાદીએ થેલીમાં મુકેલ પાકીટ છે કે નહીં તેની તપાસ કરી હતી. તો થેલીમાંથી સોનાની માળા મુકેલ પાકીટ ગાયબ હતું. ફરિયાદીએ આસપાસનાં વિસ્તારમાં તપાસ કરતાં આ ગઠિયાઓ મળી આવ્યા ન હતાં. જેથી તેમણે સમગ્ર ઘટનાની જાણે તેમના દીકરાને કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસએ આ બે ગઠિયાઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading