ગણેશ વિસર્જનના ફૂલોનો અમદાવાદના બે યુવાનોએ કંઈક આ રીતે કર્યો ઉપયોગ

News18 Gujarati
Updated: September 13, 2019, 9:15 AM IST
ગણેશ વિસર્જનના ફૂલોનો અમદાવાદના બે યુવાનોએ કંઈક આ રીતે કર્યો ઉપયોગ
ફૂલો વિણતા યુવકની તસવીર

ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાનને ફૂલો ચઢાવી ત્યારબાદ ફેંકી દેવતા ફૂલો અને પાંદડાનો સદઉપયોગ અમદાવાદના બે યુવાનોએ કર્યો છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ ગણેશજીનું વિસર્જન કરી ભક્તો તેમને ચઢાવેલા ફૂલો લોકો નદીમાં કે કુંડમાં પધરાવી દે છે. આ પધરાવી કે ફેંકી દેવાયેલા ફૂલોનો સુંદર ઉપયોગ અમદાવાદના બે યુવાનોએ કર્યો છે.

ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાનને ફૂલો ચઢાવી ત્યારબાદ ફેંકી દેવતા ફૂલો અને પાંદડાનો સદઉપયોગ અમદાવાદના બે યુવાનોએ કર્યો છે. ગણેશ વિસર્જનના (Ganesh Visarjan) દિવસે અમદાવાદમાંથી જ 100 કિલો ફૂલ અને પાંદડાનો જથ્થો એકઠો કર્યો છે. અને 12 દિવસના ઉત્સવનો આ આંકડો 2 હજાર જેટલો છે.

આ ફેંકી દેવાયેલા ફૂલો અને પાંદડામાંથી અમદાવાદના (Ahmedabad)આ બે યુવાનો યશ ભટ્ટ અને અર્જુન ઠક્કર ખાતર અને અગરબત્તી બનાવશે. મહત્વનું છે કે આ બે યુવાનો કે જેઓ એન્જિનિયરીગના વિદ્યાર્થીઓ (enggeenring students) છે. તેઓએ અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Amdvavad municipal corporation)આપેલી એક નાની જગ્યામાં ફુલોમાંથી ખાતર બનાવવાનું સ્ટાર્ટ અપ શરુ કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને યુવાનો શહેરના 46 મંદિર અને 40 દેરાસરમાંથી 1 હજાર કિલો ફુલો એકત્રિત કરે છે.

અને તેના પર 15 દિવસની પ્રોસેસ બાદ તેનું ખાતર તૈયાર કરવામાં આવે છે. આ બંને યુવાનોને અહીં 1 વર્ષ સુધી ફુલોમાંથી ખાતર અને અગરબત્તી બનાવવાની પરમિશન અપાઈ છે. શહેરના વિવિધ મંદિરોમાંથી ફુલોના કલેક્શન માટે
કોર્પોરેશને 2 વાહન ફાળવ્યા છે. સાથે 2 લાખની સહાય પણ કરાઈ છે. જેની સામે દરમહિને ઉત્પાદિત થતા ખાતરના 50 ટકા હિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવે છે. આ ખાતર કોર્પોરેશનના બગીચાઓમાં ઉપયોગમાં લેવાય છે. જ્યારે બાકીનું 50 ટકા ખાતર આ યુવાનો વેચાણ કરે છે.
First published: September 12, 2019, 10:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading