આગામી બે દિવસમાં બેંકોનાં કામ છે? તો આજે જ પતાવી દેજો

News18 Gujarati
Updated: January 7, 2019, 10:55 AM IST
આગામી બે દિવસમાં બેંકોનાં કામ છે? તો આજે જ પતાવી દેજો
પ્રતિકાત્મક તસવીર

જો તમારે બેંકમાં આગામી 2 દિવસમાં કોઇ કામ હોય તો આ સમાચાર તમારા માટે ઘણાં જ જરૂરી છે.

  • Share this:
જો તમારે બેંકમાં આગામી 2 દિવસમાં કોઇ કામ હોય તો આ સમાચાર તમારા માટે ઘણાં જ જરૂરી છે. 8 અને 9 જાન્યુઆરીનાં રોજ એટલે કે મંગળવાર અને બુધવારે દેશભરનાં ટ્રેડ યુનિયનોએ હડતાળનું એલાન કર્યું છે. તેવી સ્થિતિમાં તમારે આજે જ બેંકોનાં કામ પતાવી લેવા પડશે.

લઘુતમ વેતન સહિતની 12 માંગણીઓ ન ઉકેલાતા હવે ટ્રેડ યુનિયનોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. જેના પગલે 25 યુનિયનોએ બે દિવસની હજતાળમાં જોડાવવા માટે સમર્થન આપ્યું છે. આ હડતાળને કારણે બેંકોથી માંડીને ફેક્ટરી સહિત ઔદ્યોગિક વિસ્તાર ઠપ થશે.

લઘુતમ વેતન 18 હજારની માગ

નોંધનીય છે કે લઘુતમ વેતન 18 હજાર હોવું જોઇએ તેવી કુલ 12 માંગણીઓ લઇને આંદોલન શરૂ થયું છે. એક અંદાજ પ્રમાણે આ હડતાળમાં 117 ટ્રેડ યુનિયનોએ એક થઇને હડતાળનું એલાન આપ્યું છે. જેમાં 20 કરોડ લોકો જાડાવવાની શક્યતાઓ છે.

કાલે રાજ્યભરમાં વિરોધ કાર્યક્રમ

ગુજરાતમાં પણ 8મીએ અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડનથી ખાનપુર સુધી રેલી યોજાવવાની છે. જેમાં દોઢ લાખ આંગણવાડી બહેનો, આશાવર્કરો પણ જોડાશે. અમદાવાદ ઉપરાંત સુરત, જુનાગઢ, રાજકોટ, ભાવનગરમાં રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે. જેને પગલે બે દિવસ સુધી બેંકનું કામ ઠપ રહેશે અને ઔદ્યોગિક વિસ્તારમાં પણ મજૂરો હાજર રહેશે.આ પણ વાંચો: ત્રણ મોટી બેંક થશે એક, બેંક ઓફ બરોડા, વિજ્યા, અને દેના બેંકનો વિલયઃ કેન્દ્ર

BOBએ જાણકારી આપી

બીએસઇને અપાયેલ અન્ય ફાઇલિંગમાં બેંક ઓફ બરોડાએ જાણકારી આપી છે કે 8 અને 9 જાન્યુઆરી 2019નાં રોજ થનારી AlBEA અને BEFIની હડતાળ દરમિયાન કેટલાક ઝોનમાં બેંકની કેટલીક બ્રાંચ અને ઓફિસમાં કામ પર અસર પડી શકે છે.
First published: January 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading