સરકારી જમીન પોતાના નામે કરી બે કરોડનુ ફુલેકુ ફેરવનાર ઠગ ઝડપાયો

News18 Gujarati
Updated: December 9, 2019, 10:34 PM IST
સરકારી જમીન પોતાના નામે કરી બે કરોડનુ ફુલેકુ ફેરવનાર ઠગ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવી ખોટી નોંધણી કરાવી વેચાણ દસ્તાવેજ કરાવી તે જમીન સરકારી હોવા છતા તે જમીન ઉપર મેસર્સ, સાનિયા ટેક્ષટાઈલના નામે બેંક ઓફ ઈન્ડિયામાંથી બે કરોડની મોરગેઝ લોન મેળવી લીધી

  • Share this:
અમદાવાદના સરદારનગર પોલીસે સરકારી જમીન પોતાના નામે કરાવી રુપિયા બે કરોડની છેતરપિંડી કરનાર આરોપી પ્રદિપ લખવાણીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો અને જેને પોલીસ શોધી રહી હતી. આરોપી પ્રદિપે પોતાના સાગરિતો સાથે મળી સરકારી જમીન પોતાના નામે કરી લીધી હતી અને બેંકમાંથી રુપિયા બે કરોડની લોન લઈ લીધી હતી. આ વાતની જાણ થતા ફરિયાદી નિશાબેને ફરિયાદ દાખલ કરાવી હતી.

મળતી માહિતી પ્રમાણે આરોપીઓ ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવી ખોટી નોંધણી કરાવી વેચાણ દસ્તાવેજ કરાવી તે જમીન સરકારી હોવા છતા તે જમીન ઉપર મેસર્સ, સાનિયા ટેક્ષટાઈલના નામે બેંક ઓફ ઈન્ડિયામાંથી બે કરોડની મોરગેઝ લોન મેળવી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જેતે સમય ડીજીપી દ્રારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી.

એસઆઈટીએ જેતે સમય 18 આરોપીઓની ધરપકડ કરી હતી અને જેમાં સીટી સર્વેયર અને બેંક મેનેજર પણ સામેલ હતા. આ ગુનામાં મુખ્ય આરોપી જેને પોતાની નામે જમીન કરી લીધી હતી તેના આરોપી પ્રદિપ ફરાર હતો અને જેની તપાસ સરદારનગર પોલીસ કરી રહી હતી. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે.

આ મામલે સરદારનગર પી.આઈ. સી.આર.જાદવનું કહેવુ છે કે, આરોપીની ધરપકડ કરી છે અને હાલ તપાસ કરવામાં આવી રહ્યુ છે. આરોપી ફરાર થયા બાદ ક્યાં હતો અને તેને ત્યારે કોઈ ગુનો કર્યો છે કે કેમ તે સિવાય ડુપ્લીકેટ કાર્ડ તેને કઈ રીતે બનાવ્યુ હતુ તે તમામ માહિતી માટે પોલીસ કાર્યવાહી કરશે.
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर