Home /News /madhya-gujarat /

બે ભ્રષ્ટ PI, એકને રોજનો ખાવા-પીવાનો ખર્ચ હજારોમાં, બીજો લાખનું કરે 'સેટિંગ'

બે ભ્રષ્ટ PI, એકને રોજનો ખાવા-પીવાનો ખર્ચ હજારોમાં, બીજો લાખનું કરે 'સેટિંગ'

    હર્મેશ સુખડિયા, અમદાવાદ

    મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે કે મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર એ હકીકત છે. ત્યારે અમદાવાદના કેટલાક પોલીસ મથક એવા છે જ્યાં પીઆઇ દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ તો સ્વીકારમાં આવે છે, પરંતુ કેટલાક લાખો રૂપિયાનો દારૂ નોનવેજ અને ફ્રૂટ ખાય જાય છે.

    સાંભળીને નવાઈ લાગશે પણ વાત સાચી છે. આમ તો શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અનેક વિવિધતા છે. જેમ વિવિધતા છે એમ ઉઘરાણાની પદ્ધતિ પણ અલગ છે. જીહા સભ્ય સમાજના એટલે કે વાણીયા પટેલ અને બ્રાહ્મણ લોકોની વસ્તી જે વિસ્તારમાં વધારે છે અને ભાજપ જે વિસ્તારમાં લગભગ 70 હજાર વોટથી વધારેની લીડથી જીતી રહ્યું છે એવા જ એક વિસ્તારમાં આવતા 2 પોલીસ મથકના 2 પોલીસ ઇન્સપેક્ટર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ 'અમને જીવવાં કરતાં મરવું સારું લાગે છે' ચાર બહેનપણીની સુસાઇડ નોટ

    શરીરે સ્વસ્થ દેખાતા બંને પોલીસ મથકના પીઆઇ દર મહિને લાખો રૂપિયા ઘરભેગા તો કરે જ છે પણ લાખો રૂપિયા પેટમાં પણ ઉતારી જાય છે. આમ તો પોલીસનું કામ છે કે પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની તબિયત સારી રહે પણ આ પીઆઇને તો વિસ્તાર કરતા પીઆઈને પોતાની તબિયતની ચિંતા વધારે રહે છે.

    ઘરે ભલે કાશ્મીરી સફરજનના ખરીદીને ખાતા હોય પણ પોલીસ મથક આવી દરરોજ સાહેબ લગભગ 500 રૂપિયાના ફળ ફળાદી ખાવાનો જાણે કે નિયમ હોય એમ મજૂરી કરીને રૂપિયા ભેગા કરતા લારી વાળા પાસે ફ્રૂટ મફત ઉઘરાવવાની આદત પડી ગઈ હોવાની ચર્ચા તેમના જ પોલીસ મથકના કર્મચારી કરી રહ્યા છે. એટલું ઓછું હોય તેમ રોજ એક બોટલ દારૂ અને નોનવેજ તો જોઇએ જ!

    આ તો થઇ એક પીઆઈની વાત, પણ આજ ઝોનના એક અન્ય પોલીસ મથકના પીઆઇને પણ જાણે કે ઉઘરાણા કરવાની આદત પડી ગઈ છે. વાત જાણે કે એમ છે કે એ પીઆઇ આમ તો દારૂ નથી પિતા અને ગૌપાલક હોવાની છાપ ઉભી કરી દારૂને હાથ પણ નથી લગાવતા પણ જો તેમના વિસ્તારમાં કોઈ નશાની હાલતમાં ઝડપાય તો જેલ હવાલે કરવાના બદલે લાખ રૂપિયાથી નીચે 'સેટિંગ' પણ નથી કરતા. અધધ તોડ બાદ પણ પીઆઇ એક રૂપિયો પણ પીધેલાને પોલીસ સ્ટેશન લાવનારને આપતા નથી. એટલે હવે એ વિસ્તારમાં પણ પીધેલાને પકડવાની મજૂરી કરનાર સ્ટાફ પોલીસ સ્ટેશન લાવવાના બદલે બરોબાર જ સેટિંગ કરી લે છે. એટલે કે હવે કર્મચારીઓ હજારોમાં પતાવટ કરી રહ્યા છે એટલે પીઆઇને તો જાણે કે ધંધામાં ખોટ આવી હોવાનો અહેસાસ થઇ રહ્યો છે, આથી એટલે જ તેનો બળાપો કર્મચારી પર કાઢી રહ્યા છે. એટલે વિસ્તારના પોલીસ કર્મચારીઓ બેકાબુ બની ગયા છે અને ભક્ત અને વેપારીઓનું માનતીએ વિસ્તારની પ્રજાએ પોલીસ કર્મચારીઓની બદલીની રાહ જોઈ રહી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Bribe in Ahmadabad, Corrupt Police, Police take bribe, Take Bribe

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन