Home /News /madhya-gujarat /

અમદાવાદ: રત્નાકર બેંકના 2 લાંચિયા અધિકારી cbiની ઝપેટમાં આવ્યા, મૂલ્યાંકન પ્રમાણપત્ર માટે માંગ્યા હતા એક કરોડ રૂપિયા

અમદાવાદ: રત્નાકર બેંકના 2 લાંચિયા અધિકારી cbiની ઝપેટમાં આવ્યા, મૂલ્યાંકન પ્રમાણપત્ર માટે માંગ્યા હતા એક કરોડ રૂપિયા

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad news:ફરિયાદીએ સીબીઆઈને (ACB) ફરિયાદ આપી હતી કે મૂલ્યાંકન પ્રમાણપત્ર  માટે તેમની પાસેથી એક કરોડ રૂપિયાની લાંચ (one crore rupee bribe) માંગવામાં આવે છે અને જે પેકી છેલ્લે 30 લાખમાં નક્કી કરવામાં આવ્યું હતું.

અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ (Central Bureau of Investigation) રૂ. 30 લાખની લાંચ (bribe) લેતા પ્રાદેશિક વડા, એગ્રો ડિવિઝન, રત્નાકર બેંક લિમિટેડ, અમદાવાદ (Ahmedabad) અને રિકવરી હેડ, રત્નાકર બેંક લિમિટેડ, પુણેની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓની (accused) રૂપિયા 30 લાખની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ફરિયાદીએ સીબીઆઈને (ACB) ફરિયાદ આપી હતી કે મૂલ્યાંકન પ્રમાણપત્ર  માટે તેમની પાસે થી એક કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવે છે અને જે પેકી છેલ્લે 30 લાખમાં નક્કી કરવામાં આવ્યું હતું. વિગત વાર વાત કરીએ તો ફરિયાદી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફરિયાદીએ તેના પરિવારના 12 સભ્યો સાથે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની બાગાયત યોજનાના ઉત્પાદન અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વાણિજ્યિક બાગાયતના વિકાસ હેઠળ કૃષિ ટર્મ લોન માટે અરજી કરી હતી.

જેમાં સરકાર કુલ પ્રોજેક્ટ ખર્ચના 50% દરે સબસિડી આપે છે મર્યાદિત દરેક પ્રોજેક્ટ માટે 56 લાખ. સબસિડી ન મળવાને કારણે, ફરિયાદી અને તેના પરિવારના સભ્યોની તમામ કૃષિ મુદતની લોન NPA બની ગઈ હતી અને સબસિડી મેળવવા માટે, ગીરો મૂકેલી મિલકતો માટે મૂલ્યાંકન પ્રમાણપત્ર જરૂરી હતું જેથી છેલ્લે 30 લાખમાં પ્રમાણપત્ર આપવાની વાત થઈ હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તમારો દીકરો મારા પુત્રનો નથી, બીજા કોઈનો છે', સસરાની વાતથી ખોટું લાગતા પુત્રવધૂએ દવા ખાધી

આ મામલે સીબીઆઈ એ નિમેષ મંગર પ્રાદેશિક વડા, રત્નાકર બેંક લિમિટેડ, અમદાવાદ અને સૌરભ ભાસીન, રિકવરી હેડ, રત્નાકર બેંક લિમિટેડ પુણેની ધરપકડ કરી લીધી છે. સીબીઆઈ દ્વારા બંને આરોપીઓની ઓફિસ અને રહેણાંક જગ્યા પર અમદાવાદ, પૂણે, દિલ્હી સહિત પાંચ સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-પત્ની બાથરૂમમાં ન્હાવા ગઈ અને એન્જીનિયર પતિએ એવું કર્યું કે પહોંચી ગઈ સીધી હોસ્પિટલ

આ બન્ને આરોપીઓ ને કોર્ટ માં પણ રજૂ કરવા માં આવ્યા છે. સવાલ એ થાય છે કે આ બન્ને આરોપીઓ આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પાસે થી લાંચ લીધી છે કે કેમ અને આ લોકો આવી રીતે લાંચ ના રૂપિયા થી કેટલી મિલકત વસાવી લીધી છે.
Published by:ankit patel
First published:

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन