કૉંગ્રેસનાં બે ધારાસભ્યોની ભાજપ સરકારના કાર્યક્રમમાં સૂચક હાજરી!

News18 Gujarati
Updated: September 23, 2019, 2:29 PM IST
કૉંગ્રેસનાં બે ધારાસભ્યોની ભાજપ સરકારના કાર્યક્રમમાં સૂચક હાજરી!
પ્રદ્યુમનસિંહ જાડેજા, સી.જે. ચાવડા

હું રાજય સરકારના દરેક કાર્યક્રમમાં હાજરી આપું છું. હું મારા વિસ્તારના પ્રશ્નો અને સરકારની યોજનાઓની માહિતી મેળવવા માટે જાઉં છું. હું કૉંગ્રેસમાં છું અને રહીશ: કૉંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ને એક વર્ષ પૂર્ણ થવા નિમિતે ગાંધીનગર ખાતે ઑડિટોરિયમમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગાંધીનગરના કૉંગ્રેસના ધારાસભ્ય સી. જે ચાવડાની સૂચક હાજરીથી રાજકારણ ગરમાયું છે.

ભાજપ સરકારના કાર્યક્રમમાં કૉંગ્રેસના આ બંને ધારાસભ્યોની હાજરીથી એવી વાત વહેતી થઇ કે, તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. જોકે, પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ ભાજપમાં જોડાવવાના નથી અને એમ જણાવ્યું કે, સરકારી કાર્યક્રમ હોવાથી તેઓ આ કાર્યક્રમ હાજર રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, રાજયના તમામ ધારાસભ્યો અને સાંસદોને આ સરકારી કાર્યક્રમ નું આમંત્રણ અપાયું હતું. સામાન્ય રીતે કૉંગ્રેસના ધારાસભ્યો ભાજપ સરકારના કાર્યક્રમોમાં હાજર રહેતા નથી.

કૉંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થવા નિમિતે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યર્કમમાં હાજરી આપી હતી. એટલું જ નહીં પણ તેઓ કચ્છ જિલ્લામાં યોજાતા સરકારી કાર્યક્રમોમાં પણ હાજર રહે છે.

પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, “હું રાજય સરકારના દરેક કાર્યક્રમમાં હાજરી આપું છું. હું મારા વિસ્તારના પ્રશ્નો અને સરકારની યોજનાઓની માહિતી મેળવવા માટે જાઉં છું. હું કૉંગ્રેસમાં છું અને રહીશ.”

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, “રાજ્યના તમામ ધારાસભ્યો અને સાંસદોને આ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોઈપણ પક્ષના ધારાસભ્યો હાજરી આપી શકે છે.”આ પણ વાંચો : 
First published: September 23, 2019
વધુ વાંચો
अगली ख़बर