રાજ્યસભાની ચૂંટણી પહેલાં બે કોંગ્રેસી MLA નીતિન પટેલને મળતાં રાજકારણ ગરમાયું

News18 Gujarati
Updated: May 28, 2019, 3:05 PM IST
રાજ્યસભાની ચૂંટણી પહેલાં બે કોંગ્રેસી MLA નીતિન પટેલને મળતાં રાજકારણ ગરમાયું
ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા

રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપમાં ગતિવિધિ તેજ બની છે, ભાજપે ખાલી પડનારી બે બેઠકો જીતવા માટે કવાયત શરૂ કરી દીધી છે

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપમાં ગતિવિધિ તેજ બની છે. ભાજપે ખાલી પડનારી બે બેઠકો જીતવા માટે કવાયત શરૂ કરી દીધી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને કોંગ્રેસના બે ધારાસભ્ય મળ્યા છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોરે તેમની સાથે મુલાકાત કરી છે. જોકે, બન્નેએ ભાજપમાં જોડવવા બાબતે ઇનકાર કર્યો છે.

આ અંગે ઋત્વિજ મકવાણાએ જણાવ્યું કે, મને ખબર નથી આવી વાતો ક્યાંથી આવે છે. મારા વિસ્તારના ત્રણ ગામો એવા છે જે વરસાદમાં સંપર્ક વિહોણા થઇ શકે તેવી પરિસ્થિતિમાં છે. એટલે ત્યાં તાત્કાલિક ધોરણે વરસાદ પહેલાં કંઇ આયોજન કરવામાં આવે તે માટે નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. તેમની સાથે કોઇ રાજકીય ચર્ચા કરી નથી.  સાથે જ તેમણે જણાવ્યું હતું કે, મેં ભાજપમાં જોડવવાનું વિચાર્યું જ નથી. કોઇ પ્રકારનો અસંતોષ નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સભ્ય અમિત શાહ ગાંધીનગર અને સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાતા રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપશે. રાજ્યસભાની આ બે બેઠકો પર ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો: પેટાચૂંટણી : જવાહર ચાવડાએ અંગ્રેજીમાં જ્યારે ત્રણ ધારાસભ્યોએ ગુજરાતમાં લીધા શપથ

આ બે બેઠકો ખાલી પડશે, ત્યારે ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ જોતાં બીજેપી અને કોંગ્રેસને એક-એક બેઠક મળે તેમ છે. રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવા માટે 61 એમએલએના મત જરૂરી છે. કોંગ્રેસ પાસે નિયત સંખ્યાબળ કરતાં વધુ મતો છે. જ્યારે બંને બેઠકો ભાજપને પાછી મેળવવી હોય તો કોંગ્રેસના 11 ધારાસભ્યોના મત ઓછા કરવા પડે તેમ છે.
First published: May 28, 2019, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading