સોલામાં વ્યાજખોરનો ત્રાસ, ધમકી આપી કહ્યું - અઢી કરોડ નહીં આપો તો કાપી નાખીશું

સોલામાં વ્યાજખોરનો ત્રાસ, ધમકી આપી કહ્યું - અઢી કરોડ નહીં આપો તો કાપી નાખીશું
સોલા પોલીસ સ્ટેશનમાં ચાંદલોડીયા અને ઘાટલોડીયામાં રહેતા વ્યાજખોરોના ત્રાસ અને ધાકધમકીની બે ફરિયાદો નોંધાઈ

સોલા પોલીસ સ્ટેશનમાં ચાંદલોડીયા અને ઘાટલોડીયામાં રહેતા વ્યાજખોરોના ત્રાસ અને ધાકધમકીની બે ફરિયાદો નોંધાઈ

  • Share this:
અમદાવાદ : રાજ્ય સરકારે વ્યાજખોરો સામે લાલ આંખ કરતા કાયદો બનાવી નાખ્યો છે છતાં વ્યાજખોરો ઉંચા વ્યાજની પઠાણી ઉઘરાણીઓ શરુ જ રાખી છે. આવા બે કિસ્સા અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યા છે. અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં બુધવારે ચાંદલોડીયા અને ઘાટલોડીયામાં રહેતા વ્યાજખોરોના ત્રાસ અને ધાકધમકીની બે ફરિયાદો નોંધાઈ છે.

પ્રથમ કિસ્સામાં થલતેજના ગુલાબ ટાવર પાસે નંદેશ્વર ટેનામેન્ટમાં રહેતા પલક હર્ષદ પટેલ સાઈટ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. પલક સાથે તેનો સાળો દીપલ અશ્વિન પટેલ રહે છે. પલક અને દીપલના મિત્ર મંથન શાહને છેલ્લા કેટલાક સમયથી ધંધામાં નુકસાન જવાથી કયાંક જતો રહ્યો છે. મંથનને ધંધામાં વધુ પૈસાની જરૂર પડતા પલકને જણાવ્યું હતું કે મુકેશ દેસાઈ પાસે મેં પૈસા લીધા હોવાથી તે મને પૈસા નહી આપે પણ જો તમે મને ચેક આપશો તો તે મને બીજા 17 લાખ રૂપિયા આપશે. પલક અને દીપલે મિત્ર મંથનને મદદ કરવાના હેતુથી સહી કરી પોતાના ચેક તારીખ વગરના આપ્યા હતા. જે ચેક પર મુકેશ દેસાઈએ મંથનને પૈસા આપ્યા હતા. ઓક્ટોબર 2019 સુધી મંથને મુકેશને વ્યાજ ચૂકવ્યું બાદમાં ધંધામાં નુકસાન જતા તે ક્યાંક ચાલ્યો ગયો હતો. આથી મુકેશ અમીન દેસાઈએ પલક અને દીપલ પાસે 17 લાખની સામે અઢી કરોડની ઉઘરાણી શરૂ કરી હતી.આ પણ વાંચો - સાઇબેરિયામાં બરફ પીગળ્યો તો 40 હજાર વર્ષ પહેલાનો વાળ વાળો ગેડો મળી આવ્યો

મંથનને આપેલા રૂપિયામાં સિક્યુરિટી આપનાર પલક અને દીપલને છેલ્લા એક વર્ષથી અપશબ્દો બોલી ધાકધમકી આપી મુકેશ અઢી કરોડની માંગણી કરી રહ્યો છે. ગત મંગળવારે પ્રજાસત્તાક દિવસે મુકેશ તેના બે મિત્રોને લઈ પલકના ઘરે પહોંચ્યો હતો. આરોપીઓએ પલકની પત્ની અને માતાને અપશબ્દો બોલી ધમકી આપી હતી કે, પલક અને દીપલને કહી દેજો રૂપિયા ચૂકવી દે નહીં તો કાપી નાંખીશુ. બીજા દિવસે ફરી મુકેશે ફોન કરી પલકને અપશબ્દો બોલી પૈસાની ઉઘરાણી કરતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. સોલા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મુકેશ અમીન દેસાઈની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સોલાના બીજા વ્યાજખોરનાના કિસ્સાની વાત કરીએ તો ફરિયાદી મુકેશ રબારી ચાણક્યપુરીમાં રહે છે અને ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. ફરિયાદી મુકેશ રબારીએ વ્યાજખોર આરોપીઓ સંજય મફા દેસાઈ, તેના ભાઈઓ કિરણ દેસાઈ અને વિપુલ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ચાર વર્ષ અગાઉ મુકેશ રબારીએ પોતાની માતાની બીમારીના કારણે સંજય અને તેના ભાઈઓ પાસેથી રૂ.20 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. આ અંગે મૂડી અને વ્યાજના રૂ.19 લાખ થઈ કુલ 39 લાખની રકમ મુકેશ રબારીએ ચૂકવી દીધી હતી. તેમ છતાં સંજય અને તેના ભાઈઓ બુધવારે મુકેશના ઘરે જઈ વધુ 20 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા હતા. આરોપીઓએ મુકેશ રબારી ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા અને એક્ટિવા પાડી દીધું હતું. આરોપીઓએ મુકેશ રબારીને જાનથી મારી નાંખવો છે, ઘરની બહાર કાઢો તેમ કહી ને ધમકી આપી હતી.

આ ઘટના બની ત્યારે ફરિયાદીના પત્ની એકલા હતા ત્યારે મુકેશ રબારીએ ત્રણેય વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સોલા પોલીસે ફરાર ત્રણેય આરોપીઓની શોધખોળ શરુ કરી છે.
Published by:Ashish Goyal
First published:January 28, 2021, 16:53 pm

ટૉપ ન્યૂઝ