અમદાવાદમાં ત્રિપલ તલાકના બે કિસ્સા : ટપાલ અને મોબાઇલ એપ્લિકેશનથી તલાક આપ્યા


Updated: December 27, 2019, 10:31 AM IST
અમદાવાદમાં ત્રિપલ તલાકના બે કિસ્સા : ટપાલ અને મોબાઇલ એપ્લિકેશનથી તલાક આપ્યા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના વેજલપુર અને દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે ત્રિપલ તલાકના બે અલગ અલગ કેસ નોંધાયા.

  • Share this:
અમદાવાદઃ ત્રિપલ તલાકનો નવો કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ શહેરમાં ત્રિપલ તલાકના કેસો સામે આવી રહ્યા છે. શહેરમાં બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઇ છે. જેમાં દરિયાપુરમાં નોંધાયેલી ફરિયાદમાં પતિએ વીડિયો કોલ અને ચેટિંગની iom એપ્લિકેશનથી ત્રણ વાર તલાકનો મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે વેજલપુરમાં પતિએ ટપાલ મોકલી ત્રણ તલાક આપ્યા છે.

દરિયાપુરમાં આવેલા કાજી મહોલ્લા પાસે રહેતી 30 વર્ષીય મુસ્લિમ મહિલાના વર્ષ 2010માં પ્રથમ લગ્ન થયા હતા. લગ્ન બાદ તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. બાદમાં પતિ સાથે મનમેળ ન રહેતા વર્ષ 2012માં કાયદેસર છૂટાછેડા લીધા હતા. બાદમાં વર્ષ 2016માં તેણે બોરસદ ખાતે એક યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. જેથી પતિ સાથે પણ ઝઘડા થતા રહેતા હતા. આ લગ્નથી યુવતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો.

બાદમાં સાસરિયાઓએ ત્રાસ આપતા પતિએ કેસ કર્યો હતો. કોર્ટ કેસ ચાલુ હતો તેવામાં જ પતિ સાઉદી અરેબિયા ગયો હતો. આ દરમિયાન પતિ તેના પુત્ર સાથે આઇએમઓ એપ્લિકેશનથી વાત કરતો હતો. ત્યારે એક દિવસ યુવતીએ વાત કરતા પતિએ તેને પહેલા લગ્નથી જન્મેલી દીકરીનું કંઈક કર્યા બાદ જ સાથે રહેવાની વાત કરી હતી. યુવતીએ આ બાબતની મનાઇ કરતા પતિએ આઇએમઓ એપ્લિકેશન મારફતે વીડિયો કોલમાં જ ત્રણ વાર તલાક કહી દીધું હતું. આ મામલે યુવતીએ દરિયાપુરમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે જુહાપુરામાં રહેતી 40 વર્ષીય મહિલાના પણ બીજા લગ્ન થયા હતા. તેને પતિ સાથે અવાર નવાર ઝઘડા થયા હતા. જેથી પતિએ મહિલાને ટપાલ મારફતે ત્રણવાર નોટિસ મોકલી ત્રણ તલાક આપી દીધા હતા. આ મામલે મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુસ્લિમ મહિલા ઓર્ડિનેશન 2018ની કલમો મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published: December 27, 2019
વધુ વાંચો
अगली ख़बर