Home /News /madhya-gujarat /

અમદાવાદ બિલ્ડિંગ ધરાશાયીઃ એકનું મોત, બચાવ કામગીરી પૂર્ણ

અમદાવાદ બિલ્ડિંગ ધરાશાયીઃ એકનું મોત, બચાવ કામગીરી પૂર્ણ

સોમવારે પણ કાટમાળ હટાવવાની કાર્યવાહી ચાલુ રહી છે.

ફાયર ચીફના જણાવ્યા પ્રમાણે હાલમાં ફાયરના 100થી વધારે કર્મચારીઓ કાટમાળ હટાવવાની કાર્યવાહીમાં જોડાયેલા છે.

    અમદાવાદઃ રવિવારે સાંજે ઓઢવમાં ગુરુદ્વારા પાસેના ઇન્દિરા ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધડાકાભેર તૂટી પડ્યા હતા. ફ્લેટ તૂટી પડ્યા ત્યારે તેમાં બે પરિવાર હાજર હતા. એક દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બંને બ્લોકને ખાલી કરાવ્યા હતા. જોકે, વરસાદ અને રક્ષાબંધનનો તહેવાર હોવાથી બે પરીવાર ફરીથી અહીં રહેવા આવી ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે છ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

    સોમવારે પર બિલ્ડિંગનો કાટમાળ હટાવવાની કાર્યવાહી ચાલુ રહી છે. ફાયર ચીફના જણાવ્યા પ્રમાણે હાલમાં ફાયરના 100થી વધારે કર્મચારીઓ કાટમાળ હટાવવાની કાર્યવાહીમાં જોડાયેલા છે.  સોમવારે બપોર સુધીમાં કાટમાળ હટાવવાની કાર્યવાહી પૂરી થવાની શક્યતા છે.

    બચાવ કામગીરી પૂરી, કાટમાળ હટાવવાની કાર્યવાહી યથાવત્

    સોમવારે સવાર સુધી આ બંને બ્લોકમાં રહેતા તમામ પરિવારનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. આથી કાટમાળ નીચે હવે કોઈ દબાયેલું નહીં હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ સાથે જ બચાવ કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. પરંતુ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રહેશે.

    ધટનાક્રમ

    • રવિવારે 20 વર્ષ જૂના ઇન્દિરા સરકારી ગરીબ આવાસ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવેલા શિવમ ફ્લેટના બે બ્લોક તૂટી પડ્યા. 1998માં અમદાવાદ કોર્પોરેશન આ ફ્લેટ બાંધ્યા હતા.

    •  શનિવારે એક છત તૂટી પડતા મ્યુનિસિપલ કોર્પોરેશને બંને બ્લોક ખાલી કરાવ્યા હતા, પરંતુ રવિવારે રક્ષાબંધન અને વરસાદ હોવાથી લોકો પાછા રહેવા આવી ગયા હતા.

    •  રવિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ બે પરિવાર ફ્લેટની અંદર હતા ત્યારે તે ધડાકાભેર તૂટી પડ્યા હતા.

    • બિલ્ડિંગ તૂટી પડવાના સમાચાર મળતા જ 100થી વધારે ફાયર કર્મીઓ અને એનડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

    • રવિવારે રાત્રે જ છ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા અમે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

    • દુર્ઘટનાને પગલે સીએમ વિજય રૂપાણીએ તાત્કાલિક કાટમાળ હટાવવાની કાર્યવાહીના આદેશ કર્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

    • 20 વર્ષમાં જ બિલ્ડિંગ તૂટી પડતા અમદાવાદ મ્યુનિ. કમિશ્નર વિજય નહેરા અને કલેક્ટર વિક્રાંત પાંડેએ તપાસના આદેશ આપ્યા છે.

    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ahmedabad building Collapse, Indira Garib Awas Yojana, Odhav, Two building collapse, Vijay Nehra, Vikrant Pande, અમદાવાદ મહાનગરપાલિકા, એએમસી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन