વિરમગામ : પતંગ લૂંટવા જતા બે સગાભાઈઓના મોત, પરિવારે કુળદિપકો ગુમાવતા માતમ

વિરમગામ : પતંગ લૂંટવા જતા બે સગાભાઈઓના મોત, પરિવારે કુળદિપકો ગુમાવતા માતમ
પતંગની લ્હાયે બાળકોની જિંદગી છીનવી, અકસ્માતમાં થઈ કરૂણાંતિકા

બીજા માળના ધાબા પરથી પસાર થતા વીજતારનો કરન્ટ લાગ્યો, પતંગે ત્રીજા અકસ્માતમાં બે દીકરાઓની જિંદગી છીનવી

  • Share this:
અમદાવાદ :  અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ એક કરૂણાંતિકા ઘટી છે. અહીંયા પતંગ (Kite) લૂંટવા જતા બે સગાભાઈઓના મોત થયા (Death) હોવાની ઘટના સામે આવી છે,. વિરમગામના નૂરી સોસાયટીમાં પતંગ ચગાવી રહેલા બે સગા ભાઈઓને ધાબાની નજીકથી પસાર થતા વીજતારનો કરન્ટ લાગતાઓ તેઓ બંને કાળનો કોળિયો બની ગયા છે. આ બનાની વિગતો એવી છે કે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલા નૂરી સોસાયટીમાં જાવીદભાઈ મીરઝા પોતાના પરિવાર રહે છે. આ પરિવારમાં બે સંતાનો છે મહમ્મદ તુફેલ અને મુંજમીર તુફેલ છે. પિતા જાવીદ અલીના પુત્રો આજે પતંગ ચગાવા માટે ધાબા પર ગયા હતા ત્યારે તેમને કાળ ભેટી ગયો હતો.

ઘરના ધાબાના બીજા માળની પાસેથી વીજતાર પસાર થતો હતો. દરમિયાન આ તાર નજીકથી પતંગ લૂંટવાની લ્હાયમાં મહંમદ તૂફેલ જાવીદભાઇ મીરઝા ઉ.વ -17 અને મુજંમીર જાવીદભાઇ મીરઝા ઉ.વ.-18 ને કરન્ટ લાગ્યો હતો. કરન્ટના કારણે બંને ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજી ગયા હતા. નીચે ઘરમાં પરિવારના સભ્યોને જાણ થતા તેમની માથે આભ ફાટી ગયું હતું.આ પણ વાંચો :  અમદાવાદ : પતંગ ચગાવી રહેલો બાળક ધાબેથી પટકાતા મોત, બે દિવસમાં બીજા માસૂમનો જીવ ગયો!

દરમિયાન ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ઘટેલી આ કરૂણાંતિકા બાદ એક જ પરિવારના બે કુળદિપકો ઓલવાઇ જતા સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો છે. બંને મૃતક ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમમ ખાતે લઈ જવામાં આવ્યા હતા.  રાજ્યમાં અગાઉ અમદાવાદ અને વડોદરામાં પણ પતંગ લૂંટવા જતા બાળકોના મોત થયા હતા.

આ પણ વાંચો :    અમરેલી : PSIને ગરીબ મહિલાઓ પર લાઠીઓ વરસાવી ભારે પડી, Video Viral થતા સસ્પેન્ડ

અમદાવાદના મેઘાણીનગરમાં 8 દિવસ પૂર્વ મોત થયું હતું

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રહેતા 10 વર્ષીય રોનક રાવત નું મોત નીપજ્યું છે. તેના મામા ગીરીશભાઈ રાવતે જણાવ્યું કે રોનક તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રોનકના માતા પિતા એક મરણ પ્રસંગ માં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા. તે પચંગ ઉડાડતો હતો ત્યારે તેનું મોત નીપજ્યું હતું
Published by:Jay Mishra
First published:January 13, 2021, 21:17 pm