અમદાવાદમાં 56 દિવસ બાદ તમામ બ્રિજ ખોલતા ટ્રાફિક ધમધમ્યો

અમદાવાદમાં 56 દિવસ બાદ તમામ બ્રિજ ખોલતા ટ્રાફિક ધમધમ્યો
અનલોક-1ની આજથી શરૂઆત.

કોરોનાને કારણે અમદાવાદ શહેરના મોટાભાગના બ્રિજ બંધ હતા, જેમાં નેહરુ બ્રિજ, જમાલપુર બ્રિજ દૂધેશ્વર બ્રિજ, ગાંધી બ્રિજ, દધિચી બ્રિજ, આંબેડકર બ્રિજ, સરદાર બ્રિજ સામેલ હતા.

  • Share this:
અમદાવાદ : ગુજરાતમાં આજથી અનલોક-1 (Unlock-1)ને લઇને રાજ્યભરમાં નવી ગાઇડલાઇન (Lockdown Guidelines) મુજબ છૂટછાટ મળી છે. અમદાવાદ શહેરમાં AMCની ગાઇડલાઇન મુજબ 56 દિવસથી બંધ કરી દેવામાં આવેલા બ્રિજને આજથી ખુલ્લા મૂકવામાં આવ્યાં છે. અમદાવાદમાં ખુલ્લા મૂકવામાં આવેલા બ્રિજ પરથી વાહન વ્યવહાર શરૂ થઇ ગયો છે. જોકે, દૂધેશ્વર બ્રિજ અને જમાલપુર બ્રિજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવતો હોવાથી સવારમાં બંધ રાખવામાં આવ્યો હતો. આ મામલે ન્યૂઝ18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ બંને બ્રિજને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

અમદાવાદના તમામ બ્રિજ આજથી ખુલ્લા મૂકાયા56 દિવસ બાદ અમદાવાદ ફરી ટ્રાફિકથી થયું ધમધમતું છે. કોરોનાને કારણે અમદાવાદ શહેરના મોટાભાગના બ્રિજ બંધ હતા. જેમાં નેહરુ બ્રિજ, જમાલપુર બ્રિજ દૂધેશ્વર બ્રિજ, ગાંધી બ્રિજ, દધિચી બ્રિજ, આંબેડકર બ્રિજ, સરદાર બ્રિજને બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે એલિસ બ્રિજ અને સુભાષ બ્રિજ પણ શરતી અવરજવર ચાલુ રાખવામાં આવી હતી. આજથી અમદાવાદ શહેરના તમામ બ્રિજ આજથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. પરંતુ સવારે જમાલપુર અને દૂધેશ્વર બ્રિજ બંધ હોવાને કારણે અન્ય બ્રિજ પર ટ્રાફિક વધી ગયો હતો.

આ પણ વાંચો : 12 વર્ષની વિદ્યાર્થિનીએ બચતનાં પૈસાથી ત્રણ મજૂરોને ફ્લાઇટમાં ઝારખંડ મોકલ્યા

ગુજરાતમાં જ્યારથી લૉકડાઉન શરૂ થયું ત્યારથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડાતા બ્રિજોને બંધ કરી દેવામાં આવ્યા હતા. બ્રિજ બંધ કરવા પાછળનું કારણ હતું કે પૂર્વ વિસ્તારમાં કોરોનાવાયરસ સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. સરકારની સુચના મુજબ અને રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે અમદાવાદના તમામ બ્રિજને ખોલી દેવામાં આવ્યા છે પરંતુ સવારથી જે લોકો દૂધેશ્વર બ્રિજ પાસેથી પસાર થવા માંગે છે તે તમામ લોકોને પાછા મોકલવામાં આવતા હતા. જોકે, ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ બાદ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ : પહેલા પતિથી થયેલી દીકરી ઘરે આવતા પતિએ પત્નીને માર્યો ઢોર માર

બ્રિજની બંને બાજુ બેરીકેટિંગ કરી દેવામાં આવ્યું હતું. બ્રિજ પર તહેનાત ટ્રાફિક પોલીસનું કહેવું હતું કે હજુ સુધી સ્થાનિક પીઆઇનો ઓર્ડર નથી આવ્યો. આ કારણે બ્રિજને ખોલવામાં નથી આવ્યો. આ તરફ વાડજ વિસ્તાર કે પછી ગાંધી આશ્રમ તરફના વિસ્તારમાંથી આવતા લોકોને પૂર્વ વિસ્તારમાં જવું હોય તો આ બ્રિજ બંધ જોવા મળતો હતો. દૂધેશ્વર બ્રિજથી અમદાવાદના શાહપુર, દરીયાપુર ખાનપુર, દિલ્હી દરવાજા સહિતના પૂર્વ વિસ્તારોમાં જવાનો માર્ગ છે. જે લોક અહીંથી પસાર થાય છે તે તમામ લોકોને બ્રિજ બંધ હોવાને કારણે ઈન્કમટેકસ બ્રિજ ઉપરથી પસાર થવાની ફરજ પડી રહી હતી.
Published by:News18 Gujarati
First published:June 01, 2020, 11:24 am

ટૉપ ન્યૂઝ