અમદાવાદઃ ખુલ્લી જગ્યામાં રમતા બે બાળકોના કરંટ લાગતા મોત

News18 Gujarati
Updated: August 19, 2019, 7:26 PM IST
અમદાવાદઃ ખુલ્લી જગ્યામાં રમતા બે બાળકોના કરંટ લાગતા મોત
મૃતક વિજયની તસવીર

નાના ચિલોડા પાસે ઢાંકણીપુરા ગામમાં રબારી વાસમાં અંકિત જોગેન્દ્ર શર્મા (ઉ.વ.6) અને વિજય ગોપાલભાઈ ઠાકોર (ઉ.વ.8) રહેતા હતા.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરનાં નાના ચિલોડા રોડ પર ઢાંકણીપુરા ગામે નવી વોટર વર્ક્સની ખુલ્લી જગ્યામાં રમતા બે બાળકોને ઇલેક્ટ્રિક વીજ થાભલાના કરંટ લાગતા તેઓના મોત નીપજયાં છે. રમતા રમતા તેઓ થાંભલા પાસે ગયા હતા અને જેવા અડયા તેવા જ શોટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. પણ આ ઘટનામાં બેદરકારી કોની તે બાબતને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે.

નાના ચિલોડા પાસે ઢાંકણીપુરા ગામમાં રબારી વાસમાં અંકિત જોગેન્દ્ર શર્મા (ઉ.વ.6) અને વિજય ગોપાલભાઈ ઠાકોર (ઉ.વ.8) રહેતા હતા. બંને બાળકો રવિવારે સાંજે 4.30ની આસપાસ નવી બનેલા વોટર વર્કસની ખુલ્લી જગ્યામાં રમતા હતા.

રમતા રમતા બાળકો ત્યાં આવેલા એક ઇલેક્ટ્રિકના થાંભલાને અડયા હતા. જેના કારણે બંનેને શોટ લાગ્યો હતો. બંનેને તતાકાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતક અંકિતની તસવીર


મૃતક વિજયના પિતા ગોપાલભાઇએ જણાવ્યું કે આ જે થાંભલા છે ત્યાં 10 દિવસ પહેલા જ ખોદકામ કરવામાં આવ્યું હતું. જે બાદ કામમાં ક્યાંક કચાસ રહી ગઈ હોય તેના કારણે આ બનાવ બન્યો હોઇ શકે.

એક થાંભલથી બીજા થાંભલામાં જે કનેક્શન આવામાં આવ્યું છે તેના કારણે અન્ય થાંભલામાં પણ કરંટ લાગે છે. હાલ તો પરિવાર ન્યાયની માંગણી કરતા પોલીસે બેદરકારી કોની તે બાબતે પણ તપાસ હાથ ધરી છે.
First published: August 19, 2019, 7:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading