ગુજરાતમાં અમિત શાહથી પણ આગળ નીકળ્યા ભાજપના આ બે નેતા!

News18 Gujarati
Updated: May 24, 2019, 7:29 AM IST
ગુજરાતમાં અમિત શાહથી પણ આગળ નીકળ્યા ભાજપના આ બે નેતા!

  • Share this:
વિજયસિંહ પરમાર, અમદાવાદઃ ગુજરાતમાં ગાંધીનગર સીટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો રેકોર્ડ તોડી વધુ લીડથી જીત મેળવી છે. જો કે ગુજરાતમાં ભાજપના જ બે ઉમેદવાર એવા છે જેઓએ અમિત શાહ કરતાં પણ વધુ લીડથી જીત મેળવી છે.

ગાંધીનગર બેઠક પર અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાને 5,57,014 મતથી માત આપી, જે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી 4. 83, 121 મતના માર્જિનથી જીત્યા હતા. એટલે કે ગાંધીનગર સીટ પર અત્યારસુધીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારા અમિત શાહે રેકોર્ડ બનાવ્યો.

અહીં ક્લિક કરી વાંચોઃ આ તારીખે હશે શપથ ગ્રહણ કાર્યક્રમ, PM મોદી માટે લક્કી છે આ નંબર

પરંતુ આ વખતની ગુજરાતની 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોએ રાષ્ટ્રીય અધ્યક્ષ કરતાં પણ વધુ માર્જિનથી જીત મેળવી છે. જેમાં પ્રથમ નવસારીના ઉમેદવાર સી આર પાટિલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668 મતથી હરાવ્યા.

તો વડોદરાના ભાજપના ઉમેદવાર રંજના ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને 5,87,825 મતથી હરાવ્યા છે.વડોદરા એ સીટ છે જ્યાં વર્ષ 2014ની લોકસભામાં વડાપ્રધાન મોદી ચૂંટણી લડ્યા હતા, એ વખતે તેઓ 5,70128 મતની લીડથી જીત્યા હતા.

કોંગ્રેસ પર 17 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં સફાયો થઇ ગયો. લોકસભા ચૂંટણી 2019 ફરીએકવાર કોંગ્રેસ માટે ખરાબ સમાચાર લઇને આવી. કોંગ્રેસને માત્ર 52 સીટ મળી અને ઉત્તર પ્રદેશની પરંપરાગત સીટ અમેઠી પણ તેમના હાથમાંથી નીકળી ગઇ. દેશની સૌથી મોટી દિલ્હી, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓડિશા, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, દમણ દીવ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, દાદરા નગર હવેલી, અંડમાન નિકોબાર, ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસને એકપણ સીટ મળી નથી.
First published: May 24, 2019, 12:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading