અમદાવાદના સોલામાં બર્ડ ફ્લૂના દસ્તક: 10 કિલોમીટરના વિસ્તારમાં મરઘા કે ઇંડા વેચવા પર પ્રતિબંધ

અમદાવાદના સોલામાં બર્ડ ફ્લૂના દસ્તક: 10 કિલોમીટરના વિસ્તારમાં મરઘા કે ઇંડા વેચવા પર પ્રતિબંધ
સોલા વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા.

અમદાવાદના સોલાના એક વિસ્તાર (Sola area)માંથી લેવામાં આવેલા પક્ષીઓના સેમ્પલમાંથી બે પક્ષીઓનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ શહેરમાં બર્ડ ફ્લૂએ દસ્તક દીધા છે. શહેરમાં બર્ડ ફ્લૂ (Bird flu)ની દહેશતને પગલે પશુપાલન વિભાગ (Department of Animal Husbandry) દ્વારા પક્ષીઓના સેમ્પલ (Sample) લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ ભોપાલ (Bhopal)ની લેબ ખાતે મોકલાયા હતા. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સોલાના એક વિસ્તાર (Sola area)માંથી લેવામાં આવેલા પક્ષીઓના સેમ્પલમાંથી બે પક્ષીઓનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જે બાદમાં પશુપાલન વિભાગ દોડતું થયું છે. પશુપાલન વિભાગે પ્રભાવિત વિસ્તારમાં કામગીરી શરૂ દીધી છે. ઉલ્લેખનીય છે કે ખોરાક અને પાણીના કારણે અન્ય પક્ષીઓમાં પણ બર્ડ ફ્લૂ ફેલાઈ શકે છે. આ કારણે સંક્રમણ વધવાની ખૂબ શક્યતા રહેલી છે. જેને પગલે અમદાવાદના કલેકટર સંદીપ સાગલેએ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

અમદાવાદના સોલાના દેવીપૂજક વાસમાં તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક કિલોમીટરના અંતરમાં મરઘાં કેટલા છે તેનો સર્વે કરવામાં આવ્યો છે. જોકે, આ વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મ નથી આવેલા પરંતુ જો કોઈના ઘરમાં મરઘાં હશે તેનો નિયમ પ્રમાણે નાશ કરવામાં આવશે. સાથે જ સોલાના દેવીપૂજક વાસમાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત 10 કિલોમીટરના વિસ્તારમાં ઇંડા કે મરઘા વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.





આ પણ વાંચો: વડોદરાનો હૃદયદ્રાવક બનાવ: વિદાય વખતે જ કન્યા ઢળી પડી, હૉસ્પિટલમાં મોત

બર્ડ ફ્લૂના લક્ષણો

પક્ષીઓમાં નબળાઈ આવી જવી, આંખો લાલ થઈ જવી, શ્વાસોશ્વાસ સંબંધી સમસ્યા થવી, નાકમાંથી પાણી પડવું વગેરે બર્ડ ફ્લૂના લક્ષણો છે.

આ પણ વાંચો: પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, ગળું દબાવી દીપડાને પતાવી દીધો 



કેવા પગલાં લેવાય છે?

જે વિસ્તરમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા હોય ત્યાં નિયમ પ્રમાણે એક કિલોમીટરમાં મરઘાઓને તાત્કાલિક આર. આર. ટી દ્વારા વૈજ્ઞાનિક ઢબે કિલિંગ કરવામાં આવે છે. તેમજ પ્રતિબંધિત વિસ્તારમાં મરઘાને વૈજ્ઞાનિક ઢબે મારીને તેમના ઈંડા અને ખોરાકનો નાશ કરી પંચનામું કરીને અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મરઘાં જે જગ્યા પર રાખવામાં આવે છે તેને જંતુમુક્ત કરવામાં આવે છે.

આ પણ વાંચો:  આયેશા આપઘાત કેસ: આરીફે પરિવાર સમૃદ્ધ હોવા છતાં દહેજ માટે ત્રાસ ગુજારી આયેશાને મરવા મજબૂર કરી

મરઘા ઉછેર કેન્દ્રમાંથી સેમ્પલ લેવાયા હતા

અહેવાલ પ્રમાણે સોલા વિસ્તારમાં મરઘા ઉછેર કેન્દ્ર (ઘરોમાં જ ઉછેર કરવામાં આવતા  હતા)માંથી 10 મરઘાના સેમ્પલ લેવામાં આવ્યાં હતા, જેમાંથી બે મરધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં તંત્રએ આ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જે જગ્યાએથી સેમ્પલ પોઝિટિવ આવ્યા છે તેના એક કિલોમીટરના વિસ્તારમાં મરઘાનો નાશ કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:March 05, 2021, 08:36 am

ટૉપ ન્યૂઝ