Ahmedabad crime news: અમદાવાદ (Ahmedabad) આવેલ જ્વેલર્સના કર્મચારીને (Employees of Jewelers) સુભાષબ્રિજ પાસેથી 27.49 લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં બિસ્કિટની લૂંટ (Robbery of gold-silver biscuits) ચલાવીને બે બાઈકસવાર લૂંટારું (Biker robber) ફિલ્મી ઢબે (fily style) ફરાર થઈ હોવાની ઘટના સામે આવી છે.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ચોરી ચેન સનેચિગ (chain snatching in Ahmedabad) બાદ હવે ચિલ ઝડપનો બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનથી (Rajasthan) અમદાવાદ (Ahmedabad) આવેલ જ્વેલર્સના કર્મચારીને (Employees of Jewelers) સુભાષબ્રિજ પાસેથી 27.49 લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં બિસ્કિટની લૂંટ (Robbery of gold-silver biscuits) ચલાવીને બે બાઈકસવાર લૂંટારું (Biker robber) ફિલ્મી ઢબે (fily style) ફરાર થઈ હોવાની ઘટના સામે આવી છે.
રાજસ્થાનમાં રહેતા ધર્મપાલ સોનીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધર્મપાલ રાજસ્થાન બાડમેર ખાતે શિવમ્ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ધર્મપાલે તેની દુકાનમાં સોના-ચાંદીનાં બિસ્કિટ લાવવા તથા લઇ જવા માટે આજથી સાત મહિના પહેલાં ડિલિવરીબોય તરીકે પવન શર્મા નામના યુવકને નોકરી પર રાખ્યો હતો.
ધર્મપાલ શિવમ્ જવેલર્સ ખાતે બુલિયન વ્યવસાયને લગતું કામકાજ અને સોનાનાં બિસ્કિટનું ખરીદ વેચાણ પણ કરે છે. બે દિવસ પહેલાં ધર્મપાલને સોનાનાં બિસ્કિટની જરૂર પડતાં તેમણે તેમના ઓળખીતા નવરંગપુરા કરુણા બુલિયન નામની દુકાન ધરાવતા સૌતિક શાહને ફોન કરીને સોનાનાં 100-100 ગ્રામનાં પાંચ બિસ્કિટની જરૂર હોવાની વાત કરી હતી.
જેથી સૌતિકે ધર્મપાલને કહ્યું કે સોનાંનાં બિસ્કિટ પેટે રૂપિયા 24.91 લાખ આરટીજીએસથી મોકલી આપો. આથી ધર્મપાલે તેમને રૂપિયા સૌતિકને ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે બાદ સૌતિકે ધર્મપાલને ફોન કરીને કહ્યું કે તમારો માણસ અમારી માણેકચોક ખાતે આવેલ શાખા પર મોકલી આપો.
બીજી તરફ ધર્મપાલેતંબુ પોલીસ ચોકી પાસે આવેલ એક સોનીને ત્યાંથી પણ ચાર ચાંદીનાં બિસ્કિટ ખરીદ્યાં હતાં તે પણ લાવવાનાં હતાં. જેથી ધર્મપાલે તેમની દુકાનમાં ડિલિવરીબોય તરીકે કામ કરતા પવનને રૂ.2.50 લાખ રોકડા, દસ હજાર રૂપિયા ભાડું તેમજ ખર્ચના રૂપિયા આપીને તેને બાડમેરથી અમદાવાદ બસમાં મોકલ્યો હતો.
પવને અમદાવાદ આવીને સોનાના વેપારીને ત્યાંથી પાંચ સોનાનાં બિસ્કિટ અને 3.814 કિલો ગ્રામ ચાંદીનાં બિસ્કિટ લઇ લીધાં હતાં. પવન તેની પાસે રહેલી બેગમાં સોનાનાં બિસ્કિટ અને ચાંદીનાં બિસ્કિટ તેમજ, મોબાઈલ, તેમજ રોકડ રકમ, ડેબિટ કાર્ડ સહિત અગત્યના ડોક્યુમેન્ટ મૂકીને પરત રાજસ્થાન જવા માટે રિક્ષામાં બેસીને સુભાષબ્રિજ પહોંચ્યો હતો.
જ્યારે પવન સુભાષબ્રિજ રીક્ષામાંથી ઊતરીને ત્યાં ઊભો હતો. આ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ બાઈક પર પવન પાસે આવીને તેના હાથમાં રહેલ ૨૭.૪૯ લાખની મતા ભરેલ બેગ લૂંટી તે બંને ફરાર થઇ ગયા હતા. ત્યાર બાદ પવને ધર્મપાલને લૂંટની જાણ કરતાં તેઓ તાત્કાલિક અમદાવાદ આવી ગયા હતા. ધર્મપાલે આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ માં પોલીસ એ આં સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર