રામોલમાં પોલીસ પર હુમલો કરનારા બે આરોપીઓ ઝડપાયા

News18 Gujarati
Updated: October 20, 2019, 11:00 PM IST
રામોલમાં પોલીસ પર હુમલો કરનારા બે આરોપીઓ ઝડપાયા
રામોલમાં પોલીસ પર હુમલો કરનારા બે આરોપીઓ ઝડપાયા

આરોપીઓ પોલીસ પર હુમલો કર્યા બાદ ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર અને કચ્છ એમ અલગ અલગ વિસ્તારમાં છુપાતા ફરતા હતાં

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ : અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ ભરવાડ અને કોન્સ્ટેબલ પર હુમલાના ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અજીત વાઘેલા અને અક્ષય પટેલ ઉર્ફે ભુરીયાની ધરપકડ કરી છે. 10મી ઑક્ટોમ્બરના દિવસે પીએસઆઇ ભરવાડ અને તેમની ટીમ આરોપીઓ વિરુદ્ધમાં રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલ પ્રોહીબીશનના કેસમાં તેમની ધરપકડ કરવા માટે ગઇ હતી. તે દરમિયાન આ બંન્ને આરોપીઓએ છરી વડે પીએસઆઇ અને કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. જેમાં બંન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

હુમલો કર્યા બાદ આરોપીઓ ફરાર થઇ ગયાં હતાં. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી પોલીસને આરોપી સુધી પહોચવા માટે એક પડકાર હતો. આરોપીઓ આજે તેમના ઘરે આવી રહ્યા હોવાની બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવીને આરોપીઓની ધરપકડ કરી છે.

આ ફરિયાદ બાદ આરોપીઓ વિરુદ્ધમાં વધુ એક અપહરણ અને ખંડણીની ફરિયાદ દાખલ થઇ હતી. આ બંન્ને આરોપીઓએ ગાયક કલાકાર ભુમિ પંચાલનું અપહરણ કરીને તેની પાસે 1 લાખ રુપિયાની ખંડણી માંગી હતી અને તેના પર્સમાંથી રૂપીયા 10 હજાર રોકડા કાઢી લીધા હતાં.

આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો બંન્ને આરોપીઓ પર અગાઉ 20થી વધુ ખંડણી, પ્રોહીબીશન અને લુટ એમ અલગ અલગ ગુના દાખલ થયાં છે. પોલીસ પર હુમલો કર્યા બાદ તેઓને ભગાડવામાં મદદ કરનાર આર્યુવેદ ડોક્ટર રામવીરસિંહ ભદોરિયા અને નિર્મલસિંહ ઉર્ફે ફતિયાની વિરુદ્ધમાં પણ પોલીસે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા પીએસઆઇ પર હુમલાના ગુનામાં આ બંન્ને આરોપીઓની ધરપકડ કરીને આરોપીઓ ક્યાં ક્યાં રોકાયા હતાં અને અન્ય કોઇ વ્યક્તિએ તેમને મદદ કરી છે કે કેમ તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.
First published: October 20, 2019, 10:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading