ટ્વિટર પોસ્ટ મામલોઃ સોંગદનામું રજૂ કરવા MLA જીજ્ઞેશ મેવાણીને HCનો આદેશ

News18 Gujarati
Updated: July 22, 2019, 6:34 PM IST
ટ્વિટર પોસ્ટ મામલોઃ સોંગદનામું રજૂ કરવા MLA જીજ્ઞેશ મેવાણીને HCનો આદેશ
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ફાઇલ તસવીર

વાયરલ વીડિયો ટ્વિટરપર પોસ્ટ કરવા બદલ વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિરૂધ વલસાડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા બદનક્ષી કેસમાં આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઇ હતી.

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ વાયરલ વીડિયો ટ્વિટરપર પોસ્ટ કરવા બદલ વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિરૂધ વલસાડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા બદનક્ષી કેસમાં આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાતા જસ્ટીસ વી.એમ પંચોલીએ ધરપકડ સામે વધુ એક દિવસ સ્ટે આપી મંગળવારે પોતાનાથી ભુલ થઈ ગઈ એવું સોંગદનામું રજુ કરવાનું જીજ્ઞેશને આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે

જસ્ટીસ વીએમ પંચોલીએ મહત્વનું અવલોકન કરતા કહ્યું કે સામાન્ય માણસ કોઈ વસ્તુ શેયર કરે અને ભુલ ત્યારે સમજાય છે પરતું જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય હોવાથી કોઈપણ વસ્તુ જાહેરમાં શેયર કરતા પહેલાં ચકાસણી કરાવાની જરૂરિયાત છે.

જીજ્ઞેશથી વીડિયો શેયર કરતા ભુલ થઈ એવો સોંગદનામું રજુ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. જીજ્ઞેશ મેવાણી વતી વકીલ આનંદ યાજ્ઞિક અને ઉત્કર્ષ દવે દલીલ કરી હતી કે જીજ્ઞેશ દ્વારા શેયર કારાયા બાદ ભુલની જાણ થતાં વિવાદાસ્પદ ટિવ્ટ ડિલિટ કરી આ અંગે સપષ્ટતા પણ આપી હતી. 21મી સદીમાં ખરેખર બદનકક્ષી શું છે તેને સમજવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાનો સત્ર ચાલી રહ્યું છે ત્યારે આગોતરા જામીન મેળવવા જીજ્ઞેશ મેવાણી દ્વારા શનિવારે હાઈકોર્ટંમાં રિટ દાખલ કરાઈ હતી જેમાં કોર્ટે તેમની ધરપકડ સામે બે દિવસનો સ્ટે આપી વધુ સુનવણી 22મી જુલાઈના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો હતો..વલસાડ શેસન્સ કોર્ટે વાયરલ વીડિયો કેસમાં કસ્ટોડીયલ તપાસની જરૂર હોવાનું અવલોકન કરી મેવાણીની આગોતરા જામીન ફગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ-'હું જીવવા નથીં માંગતો': અમદાવાદમાં બે કોન્સ્ટેબલો સ્યૂસાઇડ નોટ લખી ગુમ

ઉલ્લેખનીય છે કે વલસાડની RMVM શાળા દ્વારા પાછલા 4 વર્ષમાં પોતાની શાળાના વાયરલ વીડિયો અંગે અનેકવાર અરજી કરી હોવા છતાં કોઈ પગલા લેવાયા નથી પરતું જીજ્ઞેશ મેવાણી વિરૂધ આઈપીસીની કલમ 502 મુજબ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.. મેવાણી વિરૂધની FIRને રદ કરવા અગાઉ હાઈકોર્ટમાં ક્વોશિંગ રિટ દાખલ કરાઈ હતી જેમાં હાઈકોર્ટના જસ્ટીસ એસ.એચ. વોરાએ શાળા દ્વારા અગાઉની ફરિયાદમાં શું પગલા લીધા અને મેવાણી વિરૂધ ફરિયાદની વિગતો પોલીસ પાસેથી માંગી હતી.આ સમગ્ર કેસની વિગત એવી છે કે ગત 20મી મે ના રોજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટિવટર પર વીડિયો શેયર કર્યો હતો જેમાં વાલસાડની શાળામાં બાળકને જે રીતે મારવામાં આવે છે તેની ક્રુરતાથી વ્યથિત PMOને ટેગ કર્યા હતા જોકે વીડિયો સિરિયાનો હોવાની જાણ થતાં તેમણે ટિવ્ટ ડિલિટ કરી આ અંગેની સપષ્ટતા પણ કરી હતી. આ વાયરલ વીડિયોને લીધે વલસાડની RMVM શાળાની પ્રિન્સિપાલ બીજલ પટેલે 13મી જુનના રોજ મેવાણી વિરૂધ વલસાડ પોલીસ સ્ટેશનમાં બદનકક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.
First published: July 22, 2019
વધુ વાંચો
अगली ख़बर