રાધનપુર બેઠક પરથી અલ્પેશનો પરાજય, હારનું ઠીકરું જાતિવાદના રાજકારણ પર ફોડ્યું

News18 Gujarati
Updated: October 24, 2019, 3:54 PM IST
રાધનપુર બેઠક પરથી અલ્પેશનો પરાજય, હારનું ઠીકરું જાતિવાદના રાજકારણ પર ફોડ્યું
અલ્પેશ ઠાકોર (ફાઇલ તસવીર)

રાધનપુર બેઠક પર મતગણતરીમાં અલ્પેશ ઠાકોર શરૂઆતથી જ પાછળ રહ્યો હતો. હાર બાદ અલ્પેશે નિવેદન આપતા હારનું ઠીકરું જાતિવાદના રાજકારણ પર ફોડ્યું હતું.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતની પેટા ચૂંટણીમાં આ વખતે બંને પક્ષપલટુની ઉમેદવારોની હાર થઈ છે. બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા અને રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરની હાર થઈ છે. બંને બેઠકોની જનતાએ પક્ષ છોડીને બીજા પક્ષમાં ગયેલા ઉમેદવારોને જાકારો આપી દીધો છે. રાધનપુરમાં રઘુ દેસાઈ અને બાયડમાંથી જશુભાઈ પટેલની જીત થઈ છે. રાધનપુર બેઠક પર મતગણતરીમાં અલ્પેશ ઠાકોર શરૂઆતથી જ પાછળ રહ્યો હતો. હાર બાદ અલ્પેશે નિવેદન આપતા હારનું ઠીકરું જાતિવાદના રાજકારણ પર ફોડ્યું હતું.

જાતિવાદની રાજનીતિને કારણે હાર : અલ્પેશ ઠાકોર

રાધનપુર બેઠક પરથી હાર મળ્યા બાદ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે જાતિવાદના રાજકારણને કારણે તેનો પરાજય છે. અલ્પેશે કહ્યું કે, લોકોએ મને ખોબલેને ખોબલે મતો આપ્યા હતા. સાથે જ અલ્પેશ ઠાકોરે એવું પણ જણાવ્યું હતું કે તે ઠાકોર સમાજ માટે લડતો રહેશે.

આ પણ વાંચો : પેટા ચૂંટણી : એક ક્લિકમાં જાણો ગુજરાતની છ બેઠકનું ચૂંટણી પરિણામ

અલ્પેશે જણાવ્યું કે હતું કે, "મારી હારનો હું સહર્ષ સ્વીકાર કરું છું. આગામી દિવસોમાં હું ઠાકોર સમાજ માટે લડતો રહીશ. જાતિવાદનું રાજકારણ કરવાને લીધે મને હાર મળી છે. લોકોને લલચાવવાના અને ડરાવવાની રાજનીતિ કરવામાં આવી હતી."

આ પણ વાંચો : બાયડ પેટા ચૂંટણી : રસાકસી બાદ પક્ષપલટું ધવલસિંહ ઝાલાને મતદારોનો જાકારોકૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયો

અલ્પેશ ઠાકોર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યો હતો. જે બાદ તેણે પક્ષમાં તેને મહત્વ ન આપવામાં આવી રહ્યું હોવાનું કારણ આગળ ધરીને કૉંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને અલ્પેશ ભાજપમાં જોડાયો હતો. ભાજપે અલ્પેશને રાધનપુર બેઠક પરથી જ ટિકિટ આપી હતી.
First published: October 24, 2019, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading