અમદાવાદ : હાથની નસ કાપી, લગ્નની લાલચ આપી શિક્ષકે સગીર સાથે બાંધ્યો શારિરીક સંબંધ, અંતે તરછોડી


Updated: August 9, 2020, 2:57 PM IST
અમદાવાદ : હાથની નસ કાપી, લગ્નની લાલચ આપી શિક્ષકે સગીર સાથે બાંધ્યો શારિરીક સંબંધ, અંતે તરછોડી
પ્રતિકાત્મક તસવીર

શિક્ષકે એક મિત્રની ઓફિસમાં જઈને લગ્નનું નાટક રચી ફુલહાર કર્યા હતા અને હનીમૂન મનાવવાનો હોય એમ અગાઉ અનેક જગ્યાઓ પર ફરવા પણ લઈ ગયો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના જુના શિક્ષક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતી જ્યારે 17 વર્ષની હતી ત્યારે તેના ઘર પાસે રહેતા શિક્ષકે એકતરફી પ્રેમમાં દબાણ કરી તેને ટ્યુશન રખવ્યું હતું. બાદમાં લગ્નની લાલચ આપી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં આ શિક્ષકે એક મિત્રની ઓફિસમાં જઈને લગ્નનું નાટક રચી ફુલહાર કર્યા હતા અને હનીમૂન મનાવવાનો હોય એમ અગાઉ અનેક જગ્યાઓ પર ફરવા પણ લઈ ગયો હતો.

ઓઢવમાં રહેતી 22 વર્ષીય યુવતી બીએસસીનો અભ્યાસ કરે છે. થોડા સમય પહેલા તેના ઘર પાસે ઓશો મિશ્રા નામનો વ્યક્તિ રહેતો હતો. આ યુવકના માતા ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. વર્ષ 2014માં આ યુવતી તે સમયે સગીરા હતી ત્યારે તેના ભાઇનું સ્કૂલનું ફોર્મ ભરવાનું હતું. પરંતુ સ્કૂલનું ફોર્મ અંગ્રેજીમાં હોવાથી પરિવારજનોને અંગ્રેજી ન આવડતું હોવાથી ઓશો નામના યુવકની મદદ લીધી હતી.

ત્યારે આ ઓશો નામના યુવકે આ યુવતીનો અને પરિવારના અન્ય સભ્યોનો મોબાઇલ નંબર લીધો હતો. ત્યારબાદ વાતચીત શરૂ કરી હતી. બાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તેના હાથની નસ કાપી યુવતીને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને અવારનવાર નસ કાપેલા ફોટો આ યુવતી ને મોકલતો હતો.

બાદમાં આ ઓશો નામના યુવકે આ સગીરાને તે સમયે ટ્યુશન રાખવા દબાણ કર્યું હતું અને બાદમાં ઇંગ્લિશ ગ્રામરનું ટ્યુશન બંધાવ્યું હતું. એકવાર જ્યારે આ સગીરા ટ્યુશન માટે ગઈ હતી ત્યારે શિક્ષક ઓશો મિશ્રાના ઘરે કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી તેને આ સગીરા સાથે જબરદસ્તી કરી હતી અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પરંતુ આ સગીરાએ તેને શારીરિક સંબંધો બાંધવા દીધા ન હતા. તે સમયે તેના ફોટો પાડી ફોટો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધ્યો હતો.

આટલું જ નહીં બાદમાં લગ્ન કરવાની લાલચ આપી ઓશોએ અનેક વખત શરીર સંબંધ બાંધી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં વડોદરા, ગાંધીનગર, રાજસ્થાન, ઉદેપુર અને દિલ્હી ફરવા પણ લઈ ગયો હતો. બાદમાં આ શિક્ષક ઓશો મિશ્રા અન્ય સરનામા ઉપર તેના પરિવાર સાથે રહેવા ગયો હતો. આટલું જ નહીં પરંતુ નવેમ્બર મહિનામાં જ્યારે ઉદયપુર ફરવા લઈ ગયો હતો ત્યાંથી પરત આવ્યા બાદ એક શાસ્ત્રી પાસે આ યુવતીને તે લગ્ન માટે લઈ ગયો હતો. પરંતુ ઓશોના મિત્રોએ પરિવારની જાણ બહાર લગ્ન ન કરવાનું સમજાવતા ઓશો તેના મિત્રની ઓફિસે લઇ ગયો અને ત્યાં પંડિત બોલાવી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો - સાતમ આઠમના તહેવારોમાં રાજકોટનાં આ જાહેર સ્થળો પર ફરવાનો લાગ્યો પ્રતિબંધઆ ખોટું તરકટ રચી ફુલહાર કરી ફોટો પડાવ્યા હતા પરંતુ તે ફોટો તેણે યુવતીને આપ્યા નહોતા. યુવતીએ આ ફોટો માગ્યા હતા ત્યારે આ ઓસો મિશ્રાએ તારી સાથે લગ્ન કરવાના નથી તેમ કહી તેને કાઢી મૂકી હતી.

આ પણ જુઓ - 

આ રીતે અલગ-અલગ બહાના બતાવી સંબંધો બાંધી અને યુવતી પર બળાત્કાર ગુજારવાના કિસ્સામાં આખરે યુવતીએ હિંમત કરી પોલીસને જાણ કરતાં ઓઢવ પોલીસે ઓસો મિશ્રા નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસ્યો વરસાદ, બે દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી
Published by: Kaushal Pancholi
First published: August 9, 2020, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading