સાચો કોરોના વોરિયર્સ: એક જ પરિવારમાં ત્રણ લોકોને કોરોના પોઝિટિવ છતાં પોલીસકર્મી ફરજ હાજર


Updated: May 23, 2020, 11:27 PM IST
સાચો કોરોના વોરિયર્સ: એક જ પરિવારમાં ત્રણ લોકોને કોરોના પોઝિટિવ છતાં પોલીસકર્મી ફરજ હાજર
ફરજ ઉપર હાજર થયેલા પોલીસ કોન્સ્ટેબલની તસવીર

આજે તેઓનો હોમ કોરોન્ટાઇનનો સમય પૂર્ણ થતાં આજે આ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર પોતાની ફરજ પર પરત હાજર થતા તેઓનું પોલીસસ્ટેશનના સ્ટાફ દ્વારા સન્માન કરાયું હતું.

  • Share this:
અમદાવાદ: હાલ ચાલી રહેલા કોરોના વાયરસથી (coronavirus) જો કોઇ એક પરિવારમાં એક જ વ્યક્તિને પોઝિટિવ આવે તો સામાન્ય રીતે તે પરિવાર ભાંગી પડતો હોય છે. પણ એક પોલીસકર્મીની (policeman) એવી કહાની સામે આવી છે જે લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. એરપોર્ટ પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને (police consteble) કોરોના પોઝિટિવ આવ્યો સાથે સાથે પરિવારના ત્રણ લોકોને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમ છતાંય ગભરાયા વગર અને અડગ રહીને સારવાર લઈને આ પોલીસકર્મી પોતાની ફરજ પર પરત ફરતા લોકોને તેમના પ્રત્યે ગૌરવની લાગણી જોવા મળી હતી.

અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપકુમાર હીરાભાઇ પંડયા ઇન્વે સ્કોડમાં ઇન્વે. રાઇટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન તેઓને ખાંસી ઉધરસની તકલીફ થતા તેઓને તા. 19મી એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવડાવ્યા હતા. તેમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેઓની 53 વર્ષીય માતા જશોદાબેનનો રીપોર્ટ કરાવતાં તા. 21મીએ રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-AMC તંત્રએ પ્રજાને રામ ભરોષે મૂક્યા! આરોગ્ય વિભાગે કોરોના દર્દીઓની સારવાર માટે હાથ કર્યા અધ્ધર

ત્યારબાદ તેમની પત્ની ધર્મિષ્ઠાબેન તથા 19 માસના પુત્ર જેનીલને તાવ આવતા તેઓને ૧૦૮ મારફતે સિવિલમાં લાવવામાં આવ્યો હતો. તેના રીપોર્ટ કરાવતાં તેનો રીપોર્ટ પણ પાછળથી પોઝિટિવ આવ્યો હતો. અને તેમની પત્નીના રીપોર્ટ નગેટીવ આવ્યા હતા.

આ પણ વાંચોઃ-AMCનો મહત્વનો નિર્ણય: 25 મી મેથી વિમાની સેવા શુરૂ, એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10 ટેક્સ રિબેટ

આમ એક જ પરીવારમાંથી ત્રણ ત્રણ કેસ પોઝિટિવ આવતાં તમામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા અને સારવાર કરાવી હતી અને તેઓના ઘરમા ત્રણ ત્રણ કોરોના પોઝિટિવના કેસ આવેલ હોવા છતા તેઓએ કોઇપણ જાતની ચિંતા કર્યા વગર સારવાર મેળવી કોરોનાને મ્હાત આપી હતી. બાદમાં તા. ૩ મેં ના રોજ કોન્સ્ટેબલ પ્રદિપકુમાર તથા તેમના માતા જશોદાબેનનો રીપોર્ટ નેગેટીવ આવતાં બંન્નેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.આ પણ વાંચોઃ-AMCનો દાવો, શહેરમાં કોરોના ટેસ્ટીગ રેટ ૭૭ ટકા પર પહોંચ્યો, દસ લાખ વ્યક્તિએ ૯૪૯૨ ટેસ્ટ કરાયા

બાદમાં કોન્સ્ટેબલ અને તેમની માતાને એક હોટલમાં હોમ કોરોન્ટાઇન તરીકે રાખ્યા હતા. અને હવે આજે તેઓનો હોમ કોરોન્ટાઇનનો સમય પૂર્ણ થતાં આજે આ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર પોતાની ફરજ પર પરત હાજર થતા તેઓનું પોલીસસ્ટેશનના સ્ટાફ દ્વારા સન્માન કરાયું હતું.
First published: May 23, 2020, 11:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading