અમદાવાદ-બગોદરા હાઇવે પર ટ્રક પલટીને કાર પર પડ્યો, પવનથી વીજ પોલ પણ તૂટી પડ્યાં

અમદાવાદ-બગોદરા હાઇવે પર ટ્રક પલટીને કાર પર પડ્યો, પવનથી વીજ પોલ પણ તૂટી પડ્યાં
અમદાવાદ-બગોદરા હાઇવે પર ટ્રક પલટીને કાર પર પડ્યો

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-બગોદરા હાઇવે પર બગોદરા અને બાવળા વચ્ચે આ ટ્રક પલટી ગયો હતો.

  • Share this:
અમદાવાદ : અમદાવાદ-બગોદરા હાઇવે (Ahmedabad Bagodara Highway) પર આજે એક અકસ્માત (Accident)ને કારણે કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી હતી. એક ટ્રકને અકસ્માત નડ્યો હતો અને તે ટ્રક બાજુમાં ચાલી રહેલી કાર પર પલટી ગયો હતો. પ્રાથમિક તબક્કે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેની માહિતી મળી શકી નથી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-બગોદરા હાઇવે પર બગોદરા અને બાવળા વચ્ચે એક ટ્રક પલટી ગયો હતો. બીજી તરફ કેટલાક વીજ પોલ પણ પવનને કારણે રસ્તા પર તૂટી પડ્યાની માહિતી મળી છે. રસ્તા પર પલટી ગયેલા ટ્રક પર બાલાજી વેફર્સનું બોર્ડ હોવાથી ટ્રક તેમનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માત સાંજના ચાર વાગ્યાની આસપાસ થયો હતો.ટ્રક અચાનક પલટી જવાને કારણે તેની બાજુમાં ચાલી રહેલી કાર નીચે દબાઈ છે. અકસ્માતને પગલે હાઇવે પર એક બાજુનો રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહનોની લાંબી લાઇનો લાગી હતી. અકસ્માત બાદ ટ્રકને ખસેડવાની કામગારી કરવામાં આવી હતી. બીજી તરફ અકસ્માતને પગલે હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : અનલૉક 1.0 બાદ કાપડ માર્કેટ ખુલ્યાં પરંતુ બંધ જેવી જ હાલત, અનેક ઉદ્યોગ પર માઠી અસર 

કાર ગોથું મારી ગઈ


બામણબોર પાસે કાર પલટી જતાં બાળકીને ઈજા

 

અમદાવાદ-રાજકોટ હાઇવે પર રાજકોટ નજીક બામણબોર નજીક એક કાર બામણબોર પુલ પર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર એક બાળકીને ઈજા થયાની માહિતી મળી છે. મળતી માહિતી પ્રમાણે કારમાં ગાંધીધામનો પરિવાર હતો. આ તમામ લોકો જૂનાગઢ તરફ જઇ રહ્યા હતાં. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત થયેલી બાળકીને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી છે.
First published:June 05, 2020, 17:34 pm