અમદાવાદઃ ટ્રકની ટક્કરથી બાઇક ઉપર સવાર બે બાળકો સહિત પિતાનું મોત

News18 Gujarati
Updated: June 19, 2019, 8:31 PM IST
અમદાવાદઃ ટ્રકની ટક્કરથી બાઇક ઉપર સવાર બે બાળકો સહિત પિતાનું મોત
ઘટનાની તસવીર

અમદાવાદના વટવા વિનોબાભાવેનગર પાસે ટ્રકની ટક્કરે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ ગુજરાતમાં છાસવારે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે અને આવી ઘટનાઓમાં લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. અમદાવાદમાં અકસ્માતની વધુ એક ઘટના બની હતી. અમદાવાદના વટવા વિનોબાભાવેનગર પાસે ટ્રકની ટક્કરે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આ અંગે જે ડિવિજન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વટવા રીંગ રોડ ઉપર વિનોબાભાવેનગર પાસે એક ટ્રક જઇ રહી હતી. ત્યારે બાઇક ઉપર પસાર થતાં પિતા સાથે બે બાળકોને ટ્રકે અડફેટે લીધા હતા. જેના પગલે ત્રણેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ ઘટનાના પગલે લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના ફરાર થયો હતો. પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે બે બાળકો અને પિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. એક સાથે પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યું હતું.
First published: June 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading