અમદાવાદઃ ત્રિપાખ સાધુ સમાજે મોરારિ બાપુને સમર્થન આપ્યું

News18 Gujarati
Updated: September 11, 2019, 5:57 PM IST
અમદાવાદઃ ત્રિપાખ સાધુ સમાજે મોરારિ બાપુને સમર્થન આપ્યું
ડો. રામેશ્વર બાપુ હરિયાણીની તસવીર

ભાવનગરના તળાજામાં ત્રિપાખ સાધુ સમાજની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રણનીતી નક્કી થશે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ મોરારિબાપુના (Moraribapu)સમર્થનમાં હવે ત્રિપાખ સાધુસમાજ સામે આવ્યો છે. આ સાધુ સમાજે ભાવનગરના તળાજામાં બેઠક યોજી છે. અને બાપુ વિરુદ્ધમાં અપશબ્દો બોલનારા વિવેક સ્વરુપ સ્વામી સામે સાધુસમાજે નારાજગી વ્યક્ત કરી છે.

એક તરફ જુનાગઢમાં પ્રેરણાધામમાં ઈન્દ્રબાપુ ભારતી અને જગુબાપુના સાનિધ્યમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સનાતન ધર્મમાં હવે એક રહેવાની વાત થઈ હતી. આ સમાધાનની બેઠક થતાં સૌને લાગતુ હતુ કે મોરારિ બાપુ અને સ્વામીનારાયણના સંતો વચ્ચે સમુસુતરુ પાર પડી ગયું છે. પરંતુ તેવામાં ફરી એક વિવાદ સર્જાયો છે. અને મોરારિ બાપુના સમર્થનમાં ત્રિપાખ સાધુ સમાજ આવ્યો છે અને મોરારિ બાપુના વિરુદ્ધમાં અપશબ્દોનું ઉચ્ચારણ કરનારા વિવેકસ્વરુપ સ્વામી માફી માંગે તેવી માંગ કરી છે.

જેને લઈને ભાવનગરના (Bhavnagar ) તળાજામાં ત્રિપાખ સાધુ સમાજની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રણનીતી નક્કી થશે. અને જ્યાં સુધી મોરારિબાપુ સામે અપશબ્દો ઉચ્ચારણ કરનાર સામે આવીને મોરારિબાપુને નહીં મળે ત્યાં સુધી તેમને માફ નહિ કરવાનું નક્કી કરાયું છે.

આ પણ વાંચોઃ-કિશોર પર સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યની ફરિયાદ થતાં વડતાલનાં ત્રણેય સંતો ફરાર

ન્યૂઝ18 ગુજરાતી (News18 Gujarati)સાથે વાતચીતમાં ડો. રામેશ્વર બાપુ હરિયાણીએ જણાવ્યું કે સ્વામિનારાયણ સંતોમાં ઘણા સંતો મોરારિબાપુ વિરુદ્ધ બોલ્યા છે. આ વાતને શાંતિ તરફ લઈ જવી હોય તો એ લોકોએ પહેલા મોરારિ બાપુ પાસે જવું પડશે. સમાધાનમાં માફી આપવી કે ન આપવી તે મોરારિ બાપુ નક્કી કરશે. જામનગરમાં મોરારિ બાપુ અત્યારે માનસ ક્ષમા પર કથા કરી રહ્યાં છે જે સ્વામીઓ તેમના વિરુધ્ધ બોલ્યા છે તેઓ મોરારિ બાપુનો સીધો સંપર્ક કરે તેવું અમે ઈચ્છિએ છીએ.
First published: September 11, 2019, 5:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading