આવતી કાલથી ટ્રાફિક નિયમનો કડક અમલ થશે, કેટલો દંડ ભરવો પડશે?

News18 Gujarati
Updated: September 15, 2019, 5:33 PM IST
આવતી કાલથી ટ્રાફિક નિયમનો કડક અમલ થશે, કેટલો દંડ ભરવો પડશે?
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં નવા નિયમ 16 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલ (સોમવાર)થી અમલ શરુ થઈ જશે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ આરટીઓના (RTO)નવા નિયમને દંડની જે જોગવાય કરવામાં આવી હતી. તેન લઈ લોકોમા રોષ હતો. ત્યારે ગુજરાત સરકારે દંડની રકમમાં રાહત આપી છે. અને ગુજરાતમાં નવા નિયમ (traffic rule)16 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલ (સોમવાર)થી અમલ શરુ થઈ જશે.

લાઈસન્સ, વીમો,પીયુસી,આરસી બુક (PUC, license, RC book, insurance) સાથે ન હોય તો અત્યાર સુધી 100 રૂપિયા દંડ કરવામાં આવતો હતો. નવા નિયમ પ્રમાણે પહેલી વખતનો દંડ 500 રૂપિયા અને બીજી વખત દંડ થશે તો 1000 રૂપિયાનો કરવામાં આવશે. અડચણ રૂપ પાર્કિંગ એને કાચ પર ડાર્ક ફિલ્મ માટે પહેલા 100 રૂપિયા દંડ હતો.જે નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા દંડ થશે.

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. હેલમેન ન પહેર્યુ હોય અથવા તો ફોર વ્હિલર ચાલાવતા સમયે સિટ બેલ્ટ ન બાંધલો હોય તો અત્યારે 100 રૂપિયા દંડ થાય છે. નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે.

ટુ વ્હિલર પર ત્રીપલ સવારી હોય તો પહેલા 100 રૂપિયા દંડ થતો જે નવા નિયમ પ્રમાણ પણ 100 રૂપિયા દંડ કરવામાં આવશે.ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે 1000 હજાર રૂપિયા દંડ થાય છે.જે નવા નિયમ પ્રમાણે થ્રી વ્હિલરને 1500,એલ.એમ.વીને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે. ઓવર સ્પીડીંગ વાહનચાલકને અત્યારે 400 રૂપિયા દંડ થય રહ્યો છે.

આ પણ વાંચોઃ-બે વર્ષમાં અમદાવાદમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ભરવામાં 200 ટકાનો વધારો

16 સપ્ટેમ્બરથી પ્રથમ વખત ટુ અને થ્રી વ્હિલરને 1500,એલ.એમ.વી.ને 2000 હજાર રૂપિયા અને અન્ય વાહનને 4000 રૂપિયા થશે. અને જો બીજી વખત દંડ થશે તો ટુ અને થ્રી વ્હિલરને 2000, એલ.એમ.વીને 3000 રૂપિયા અને અન્ય વાહન માટે છ મહિના માટે લાયસન્સ ધરાવવામાંથી ગેરલાયક ઠેરવાશે.ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવનારને અત્યારે 500 રૂપિયા દંડ કરવામાં આવેછે. નવા નિયમ પ્રમાણે ટુ વ્હિલરને 2000 રૂપિયા,અને ફોર વ્હિલરને 3000 કે તેનાથી ઉપરનો દંડ ભરવો પડશે. નવા દંડમા અલગ અલગ ગુનામાં અલગ અલગ દંડની જોગવાય કરવામાં આવી છે. જોકે વાહન ચાલકો પોતાના દસ્તાવેજ પોતાની સાથે ન હોય તો ડીજી લોકોરમા રાખેલ દસ્તાવેજ બતાવી શકશે.અને તે માન્ય પણ ગણાશે.તેમજ વાહચ ચાલકે સાથે દસ્તાવેજ ન હોય તો 15 દિવસમા દસ્તાવેજ રજુ કરી શકાશે.
First published: September 15, 2019, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading