Ahmedabad crime news: એક્સેસ ચાલકને રોકવા જતા પાછળથી એક એક્સેસ પર ત્રણ સવારી આવેલા ઈસમોએ TRB જવાન સાથે બોલાચાલી કરીને ધમકી આપતા TRB જવાને સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં (Vejalpur police station) ફરિયાદ દાખલ કરાવી છે.
Ahmedabad crime news: અમદાવાદ શહેરના (Ahmedabad news) મકરબા ત્રણ રસ્તા પાસે ટ્રાફિકના નિયમનો ભંગ (traffic rule) કરીને ભાગી રહેલા એક્સેસ ચાલકનો પીછો કરવાનું TRB જવાનને ભારે પડ્યું છે. એક્સેસ ચાલકને રોકવા જતા પાછળથી એક એક્સેસ પર ત્રણ સવારી આવેલા ઈસમોએ TRB જવાન સાથે બોલાચાલી કરીને ધમકી આપતા TRB જવાને સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં (Vejalpur police station) ફરિયાદ દાખલ કરાવી છે.
એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હર્ષદભાઈ જાદવ નામના TRB જવાન ગઇકાલે મકરબા ત્રણ રસ્તા ટ્રાફિક નિયમન ની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે સરખેજ તરફ થી આવેલ એક્સેસ ચાલક સિગ્નલ બંધ હોવા છતાં નીકળ્યો હતો.
TRB જવાન એ તેને ઊભા રાખવાની કોશિશ કરતા તે એક્સેસ અડાડીને નીકળી ગયો હતો. જેથી TRB જવાન તેને ઊબ રાખવા પાછળ જઈ રહ્યો હતો. ત્યારે એક એક્સેસ પર બીજા ત્રણ લોકો આવ્યા હતા. અને કહેવા લાગ્યા કે તું ક્યું ઇસ્કે પીછે જાતા હૈ, તું તેરા કામ કરને તેમ કહીને એક્સેસ ઊભી રાખી દીધી હતી.
અને બીભત્સ ગાળો બોલવા લાગ્યાં હતાં. જેથી ફરજ પર હાજર અન્ય TRB જવાન ચિરાગભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારે એક ઈસમે તેની પાસે રહેલ છરી બતાવી ને બીભત્સ ગાળો બોલીને ધમકી આપી હતી કે અમને ઊભા રાખવા બહુ સારું નથી, અમે નીકળીએ તો ઊભા રાખતો નહિ. તેમ કહીને ધમકી આપી હતી.
જો કે આસપાસમાં લોકો એકઠા થઇ જતા ત્રણેય લોકો ભાગી ગયા હતા. જ્યારે TRB જવાને એક્સેસનો નંબર જોઈ લેતા તેના આધારે વેજલપુર પોલીસ ને જાણ કરતા પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચોરી કરવા ગયેલા ચોરો ઝડપાયાની ઘટના બની હતી. ઠંડીની સીઝન (winter season) તસ્કરો માટે (theft) જાણે કે કમાણીનો સમય હોય એમ એક પછી એક ચોરીના બનાવને અંજામ આપતા હોય છે. જો કે વિવેકાનંદ પોલીસ એ એવા ત્રણ તસ્કરોની (theft arrested) ધરપકડ કરી છે. જેઓ સાધન સામગ્રી સાથે રાતોરાત લાખોપતિ બનવાના સપના જોઈ ને આવ્યા હતા. પરંતુ પોલીસમાં પેટ્રોલિંગ (police petroling) એ તેઓના પ્લાન પર પાણી ફેરવી દીધું છે.
તસ્કરો એ ટી એમ મશીન (ATM) તોડીને ચોરીને અંજામ આપે તે પહેલાં જ આરોપીઓને પકડવામાં વિવેકાનંદ નગર પોલીસને સફળતા મળી છે. વિવેકાનંદ નગર પોલીસ સ્ટાફ ગઇકાલે રાત્રે પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન હાથીજણ સર્કલ નજીક પહોંચતા ધી. ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક.લિમિટેડ પાસે કેટલાક ઈસમોની શંકાસ્પદ પ્રવુતિ જણાઈ આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.
જ્યાંથી પોલીસે એ ટી એમ મશીનમાં ચોરી કરવાના ઇરાદે આવેલ બે ઈસમો મોહિત રાજપૂત અને શિવમ સૈનીને ઝડપી પાડયા હતા. જ્યારે નાસી ગયેલ અન્ય આરોપી દુષ્યંત રાજપૂત ને પણ પોલીસ એ બાતમીનાં આધારે ઝડપી પાડયો છે. તમામ આરોપી ઓ મૂળ ઉત્તરપ્રદેશ ના હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર