ગુનો દાખલ કરવો છે કે બીજું ફોર્મ ભરવું છે ? વિદ્યાર્થીઓ માટે પોલીસની અનોખી પહેલ

News18 Gujarati
Updated: December 21, 2018, 6:35 PM IST
ગુનો દાખલ કરવો છે કે બીજું ફોર્મ ભરવું છે ? વિદ્યાર્થીઓ માટે પોલીસની અનોખી પહેલ

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ

અમદાવાદ ટ્રાફિક પોલીસે રોંગસાઇડ વાહન ચલાવતા લોકો સામે લાલઆંખ કરી એફઆઇઆર નોંધી લાયસન્સ રદ્દ કરી રહી છે. પરંતુ એફઆઇઆર નોંધાતા જ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કાળો કાઘ લાગી જાય છે, જે ભણવામાં, નોકરીમાં કે વિદેશ જવામાં અડચણરૂપ બને છે, જો કે આવું ન થાય તે માટે ટ્રાફિક પોલીસે અનોખો અભિગમ અપનાવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમ ભંગ કરતા પકડાય તો બે ઓપ્શન અપાય છે. આવો જાણીએ શું છે આ ઓપ્શન.

ટ્રાફિક પોલીસ દ્વારા ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઇવમાં સામાન્ય લોકોને દંડ થવાથી લઇને ફરિયાદ પણ નોંધવાના પગલા લેવામાં આવી રહ્યાં છે, પરંતુ આ કાર્યવાહીમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ પકડાઇ રહ્યાં છે, હવે જો વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ થાય તો તેના ભવિષ્ય બગડી શકે છે, આ વિચાર આવતાં જ પોલીસે હ્યદયસ્પર્શી અભિગમ અપનાવી એક પ્લાન તૈયાર કર્યો, જેમાં વિદ્યાર્થીઓ પકડાય એટલે તેમને પોલીસસ્ટેશન લાવવાના ત્યારબાદ લાયસન્સ જમા લઇને એક ફોર્મ આપવાનું અને તે ફોર્મ તેમની સ્વેચ્છાએ ભરાવડાવી આગળ પોલીસ કહે તેમ કરવાનું રહેશે.

આ ફોર્મમાં કુલ બે ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ઓપ્શન છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધે. જો પોલીસ આ કાર્યવાહી કરે તો અભ્યાસમાં, નોકરીમાં કે વિદેશ જવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. સાથે જ ફોર્મમાં બીજો ઓપ્શન છે જેમાં પોલીસને મદદરૂપ થઇ કાયદાનું પાલન કરવાનું. પોલીસના બીજા ઓપ્શનથી વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત આવે છે અને કાયદાનું પાલન કરવા ગંભીર પણ બને છે.

બીજા ઓપ્શનનું આવી રીતે કરવાનું પાલન

વિદ્યાર્થીનું ભાવી ન બગડે તે માટે પોલીસે તૈયાર કરેલા પ્લાનનું પાલન સખ્ત રીતે કરાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત કોઇ વિદ્યાર્થી પકડાય કે તુરંતુ તેને પોલીસસ્ટેશન લાવવાનો ત્યારબાદ જો તેની સામે ફરિયાદ ન થાય તેવું તે ઇચ્છતા હોય તો એક સફેદ રંગનું ફોર્મ ભરાવવાનું, આ ફોર્મ ભરે ત્યારબાદ તે વિદ્યાર્થીએ ત્રણ દિવસ સુધી એક કલાક પોલીસસ્ટેશન આવવાનું અને ટ્રાફિક નિયમો શું છે તે પોલીસ પાસે શીખવાનું. ત્યારબાદ ટ્રાફિક નિયમો દર્શાવતું એક પીળા રંગનું કાગળ વાંચી તે નિયમો યાદ રાખવાના અને ચોથા દિવસે તે નિયમો પોલીસ સમક્ષ મોઢે બોલવાના અને ચોથે દિવસે આ વિદ્યાર્થીઓને કોઇ પણ ટ્રાફિક જંક્શન પર જઇ લોકો પાસે ટ્રાફિક નિયમો પાલન કરાવવાના. પોલીસનું માનવું છે કે ગુનો દાખલ થાય તેના કરતા આ એક્સસાઇઝ કરવાથી વિદ્યાર્થીઓ તરત આ વાતને સ્વીકારી મગજમાં ઉતારે છે અને તેઓ નિયમો પાલન પણ કરતા થઇ જાય છે.અત્યાર સુધીમાં 20થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જો કે આ અભિગમ તમામ ટ્રાફિક પોલીસસ્ટેશનમાં નહીં પણ માત્ર બી ડિવિઝન ટ્રાફિક પોલીસે જ શરૂ કર્યો છે. પોલીસની આ એક્ટિવિટીથી જો વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવતી હોય તો તમામ પોલીસસ્ટેશનમાં આ અભિગમ અપનાવી અધિકારીઓએ અમલમાં લાવવું જોઇએ તેવું લોકોનું માનવું છે.
First published: December 21, 2018, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading