લોકોની સુરક્ષા માટે ટ્રાફિક પોલીસે મફતમાં એવું શું કર્યું કે લોકોએ થેન્ક્યુ કહ્યું?


Updated: January 10, 2020, 6:31 PM IST
લોકોની સુરક્ષા માટે ટ્રાફિક પોલીસે મફતમાં એવું શું કર્યું કે લોકોએ થેન્ક્યુ કહ્યું?
વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને એનજીઓનું નવું અભિયાન, હજારો વાહનચાલકો પોલીસની કામગીરીથી ખુશ થયા

વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને એનજીઓનું નવું અભિયાન, હજારો વાહનચાલકો પોલીસની કામગીરીથી ખુશ થયા

  • Share this:
અમદાવાદ : ઉત્તરાયણ પર્વમા દોરીના કારણે અનેક વાહનચાલકોને ઇજા કે મોત થતા હોય છે. જેને લઇને વાહન ચાલકોની સુરક્ષા માટે ટ્રાફિક પોલીસે સુરક્ષા કવચ અભિયાન હાથ ધર્યું છે. વાહન ચાલકોને દોરી કવચ અને સુરક્ષા બેલ્ટ બાંધીને સુરક્ષિત રહેવા માટે જાગૃત કર્યા છે. પોલીસની આ ઝુંબેશને વાહન ચાલકોએ પણ ખુશી ખુશી વ્યકત કરીને પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

ઉત્તરાયણ આનંદનો પર્વ છે પરંતુ ઘાતકી દોરી કેટલાક પરિવાર માટે માતમ સર્જે છે. દર વર્ષે અનેક લોકો દોરીના કારણે ઈજાગ્રસ્ત થતા હોય છે. જયારે કેટલાક લોકોનો જીવ પણ જાય છે. ગયા વર્ષે 100થી વધુ લોકો ગુજરાતમા દોરીના કારણે ઘાયલ થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. જેથી લોકોની રક્ષણ માટે ટ્રાફિક પોલીસ અને એનજીઓએ સેફટી ઝુંબેશ શરૂ કરી છે. એટીસીસીના પ્રેસિડેન્ટ ડો.પ્રવિણ કાનાબારે જણાવ્યું કે આ અભિયાનની શરૂઆત પંચવટી ચાર રસ્તાથી કરવામાં આવી છે. જ્યાં સવારથી લઇને બપોર સુધીમાં હજારો દોરી કવચ લગાવવામાં આવ્યા હતા. તેમનો ટાર્ગેટ 10 હજાર દોરી કવચ લગાવવાનો છે. જયા ટુ-વ્હીલર પર આવતા વાહન ચાલકોને અટકાવીને દોરીથી બચવા દોરી કવચ લગાવવામા આવ્યું હતું. લોખંડના આ તારને વાહનની આગળ લગાવવામા આવે છે. જેથી દોરી વાહન ચાલકના ગળે સુધી ના પહોચી શકે. પોલીસના આ અભિયાનથી વાહન ચાલકોએ ખુશી વ્યકત કરી હતી.

નિવૃત્ત ટ્રાફિક એસીપી દિપક વ્યાસે જણાવ્યું હતું કે ગયા વર્ષે રાજ્યભરમાં 100થી વધુ લોકો પતંગની દોરીને કારણે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી કેટલાક મોતને પણ ભેટે હતા. આ દોરી ગળામાં આવતા જ લોહીની પરિભ્રમણ કરતી નળીઓ હોય છે તેને નુક્શાન પહોંચે છે. વાહન ચાલકોને દોરી થી બચાવવા દોરી કવચ તો લગાવ્યા છે પણ સાથે સાથે હવે દોરીથી તેમનું ગળુના કપાય તે માટે ટ્રાફિક પોલીસે સેફટી બેલ્ટનુ પણ વિતરણ કરશે. અનેક વિસ્તારોમાં પોલીસે સાથે મળીને વાહન ચાલકોને ગળામા સેફટી બેલ્ટ બાંધ્યા છે. લોકોને પોતાની સુરક્ષા માટે જાગૃત કર્યા છે. વાહન ચાલકોએ પણ પોલીસના આ અભિયાનને સ્વીકારીને આભાર વ્યકત કર્યો છે.

ઉત્તરાયણના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસે વાહન ચાલકોની સેફટીને લઈને ઝુંબેશ શરૂ કરી છે જે ફ્રી માં કરવામાં આવે છે. સાથે સાથે કેટલાય વાહન ચાલકોએ પોતાની અને પોતાના પરિવારની સલામતીને લઈને વચન પણ લીધા હતા.
First published: January 10, 2020, 6:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading