Home /News /madhya-gujarat /

ટ્રાફિકના નવા નિયમોના કડક અમલ માટે પોલીસ અધિકારીઓની 'બૂથ પે ચર્ચા'

ટ્રાફિકના નવા નિયમોના કડક અમલ માટે પોલીસ અધિકારીઓની 'બૂથ પે ચર્ચા'

અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ટ્રાફિક જવાનોને ઘર્ષણ વગર નિયમોનું પાલન કરાવવા માટે સૂચના આપી

અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્વારા જવાનોને લોકો સાથે ઘર્ષણ કર્યા વગર નિયમનું (Motorvehicle act 2019) પાલન કરાવવા સૂચના અપાઈ

    સંજય ટાંક, અમદાવાદ : ટ્રાફિકના નવા નિયમોની (Motorvehicle act 2019) અમલવારી માટે પોલીસ અધિકારીઓ (Ahmedabad Police)એ હવે 'બૂથ પે ચર્ચા' અભિયાન (Booth Pe charcha) શરુ કર્યું છે. જેમાં નવા નિયમો મામલે ટ્રાફિક જવાનો અને જનતાને અવગત કરવામાં આવ્યા છે. લોકો સાથે ઘર્ષણ કર્યા વગર નિયમોનું પાલન થાય તે દિશામાં પોલીસ આગળ વધી રહી છે, તેવામાં ટ્રાફિકના નવા નિયમ અમલી થયાના બીજા દિવસે પણ પોલીસ દ્વારા તેનો કડક અમલ કરાવવામાં આવ્યો હતો.

    ટ્રાફિકના નવા નિયમના અમલ માટે ટ્રાફિકના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ટ્રાફિક જવાનોના ક્લાસ લેવાના શરુ કર્યા છે. શહેરના અલગ અલગ ટ્રાફિક બૂથ પર અધિકારીઓ દ્વારા 'બૂથ પે ચર્ચા' અભિયાન પણ શરુ કર્યું છે. જ્યાં પોલીસના અધિકારીઓ ટ્રાફિકના જવાનોને નવા નિયમનો અમલ કેવી રીતે કરવો તેમજ લોકો સાથે ઘર્ષણમાં ઉતર્યા વગર નિયમનું પાલન કરાવવા જણાવાઈ રહ્યું છે. તેવી જ રીતે લોકો પણ પોતાની સમસ્યા પોલીસ અધિકારીઓને જણાવી શકે તેવી વ્યવસ્થા તંત્રએ હાથ ધરી છે. ટ્રાફિક વિભાગના પૂર્વના ડિસીપી અશ્વિન ચૌહાણે જણાવયું હતું કે 'અમે 'બૂથ પે ચર્ચા'નો કાર્યક્રમ શરુ કર્યો છે. પોલીસને નવા કાયદાની જાણકારી આપવામાં આવી રહી છે અને નાગરિકોને મૂંજવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આ 'બૂથ પે ચર્ચા'માં કરી આપવામાં આવશે.

    આ પણ વાંચો :  PM મોદીએ જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લીધા, સાથે ભોજન લીધું

    બીજીતરફ નવા નિયમ અમલી બન્યાના બીજા દિવસે પણ પોલીસે નિયમોના કડક પણે પાલન માટે ડ્રાઈવ ચાલુ રાખી હતી. પોલીસે હેલ્મેટ વગર કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવતાં અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડવાની કાર્યવાહી કરી હતી. નવા નિયમને લઈ એસ.ટી. બસના ચાલકો કે સીટી બસના ચાલકો કે પછી કોઈ પણ સરકારી વાહન ચાલકો પણ જો નિયમો તોડશે તો તેમને પણ બક્ષવામાં નહિ આવે તેવી પણ ચેતવણી ટ્રાફિકના પોલીસ અધિકારીઓ એ આપી દીધી છે.ટ્રાફિકના નવા નિયમોના અમલ માટે તંત્રએ તમામ પ્રકારના પ્રયાસ શરુ કર્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Discussion, અમદાવાદ, ટ્રાફિક પોલીસ, દંડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन