અમદાવાદ : બહાર ફરવાની ઉતાવળમાં ક્યાંક આ ભૂલ ન કરતા, નહીં તો પસ્તાવાનો વારો આવશે


Updated: May 21, 2020, 5:21 PM IST
અમદાવાદ : બહાર ફરવાની ઉતાવળમાં ક્યાંક આ ભૂલ ન કરતા, નહીં તો પસ્તાવાનો વારો આવશે
ટ્રાફિક પોલીસ એક્ટિવ

લોક ડાઉનમાં છૂટછાટ આપતા જ ટ્રાફિક પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે, ટુ વ્હીલરમાં એક વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ૩ વ્યક્તિ બેસવાની છૂટછાટ આપી છે.

  • Share this:
અમદાવાદ : કોરોનાની મહામારી દરમિયાન કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે લોક ડાઉન ૪માં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપતા જ સૂમસામ બનેલા રસ્તાઓ પર ફરી વાહન ચાલકોની અવર જવર જોવા મળી છે.

સાથે સાથે ટ્રાફિકને લઇને કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરાવવામાં આવી રહ્યું છે. મોટા ભાગ ના સિગ્નલ પણ હવે શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત આજથી ટ્રાફિક પોલીસ દ્વારા ઇ મેમો આપવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

જે વાહન ચાલક રેડ સિગ્નલ તોડશે તેને ઇ મેમો ઈશ્યૂ કરવામાં આવશે. લોક ડાઉનમાં છૂટછાટ આપતા જ ટ્રાફિક પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. જો કે આ ઉપરાંત પણ કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે હેતુ થી ટુ વ્હીલરમાં એક વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ૩ વ્યક્તિ બેસવાની છૂટછાટ આપી છે. ત્યારે આ નિયમનો ભંગ કરનાર વાહન ચાલક સામે પણ ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

જ્યારે અમદાવાદ શહેરમાં હજી પણ રિક્ષા ચાલકોને મજૂરી આપવામાં આવી નથી. છતાં પણ કેટલાક રિક્ષા ચાલકો છે કે જે રસ્તાઓ પર નીકળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા રિક્ષા ચાલકોની પૂછપરછ કરી ને જો કોઈ વ્યાજબી કારણ લાગે તો જ તેને જવા દેવામાં આવે છે. નહિ તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
First published: May 21, 2020, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading