વાહન ચલાવતા નિયમ ભંગ કરશો તો ખિસ્સા ખાલી થશે, લાયસન્સ પણ થશે રદ

News18 Gujarati | Pradesh18
Updated: February 9, 2016, 2:27 PM IST
વાહન ચલાવતા નિયમ ભંગ કરશો તો ખિસ્સા ખાલી થશે, લાયસન્સ પણ થશે રદ
અમદાવાદઃ વાહવ્યવહાર વિભાગ અને ટ્રાર્ફિક પોલીસ દ્વારા નવા નિયમોથી વધુ દંડ ફટકારવાનુ આજથી અમલ કરવામા આવ્યુ છે. સરકારે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડીને તુરંત તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. ભયજનક ઝડપે વાહન ચલાવવા માટે દંડ રૂ.1000 થશે જો બીજી વખત પકડાશે તો રૂ.2000, પબ્લિકને માટે ભયરૂપ બને તે રીતે વાહન ચલાવે તો. નોંધણી વગર વાહન ચલાવવાથી રૂ.500થી 10,000 નો દંડ થશે.

  • Pradesh18
  • Last Updated: February 9, 2016, 2:27 PM IST
  • Share this:
અમદાવાદઃ વાહવ્યવહાર વિભાગ અને ટ્રાર્ફિક પોલીસ દ્વારા નવા નિયમોથી વધુ દંડ ફટકારવાનુ આજથી અમલ કરવામા આવ્યુ છે. સરકારે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડીને તુરંત તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. ભયજનક ઝડપે વાહન ચલાવવા માટે દંડ રૂ.1000 થશે જો બીજી વખત પકડાશે તો રૂ.2000, પબ્લિકને માટે ભયરૂપ બને તે રીતે વાહન ચલાવે તો. નોંધણી વગર વાહન ચલાવવાથી રૂ.500થી 10,000 નો દંડ થશે.

trafic1

જેથી હવે ટ્રાર્ફિકનો નિયમ ભંગ કરનાર વાહન ચાલક ચેતી જજો નહિ તો લાયસન્સ પણ રદ થઈ શકે છે.ટ્રાફિકને લગતાં ગુનાઓ સંદર્ભે કાયદાનો કે નિયમોનો ભંગ કરનારાઓને દંડ ફટકારવાની શરૂઆતથી થઈ ગઈ છે. નવા નિયમો મુજબ રૂ 100નો દંડ વધીને રૂ 300 થયો છે.નવા નિયમોની મુજબ દંડ વધારાની સાથે કાયદાની સખ્તાઈ પણ વધી છે. જો એક વાહન ચાલક એકથી વધુ વખત પકડાય તો તેના દંડની રકમ સાથે લાયસન્સને પણ રદ કરવામા આવશે.

trafic2

કોઈ વાહન ચાલક સ્પીડમા વાહન ચલાવતા ઝડપાય તો પ્રથમ વખત રૂ. 400 ભરવા પડશે અને બીજી કે ત્યાર પછી પકડાય તો રૂ. 1000 દંડ ભરવો પડશે. વધુ ઝડપથી વાહન ચલાવતાં ઝડપાશે તો તેનુ લાયસન્સ રદ કરીને કાયદેસરના પગલા લેવામા આવશે.આ દંડની જોગવાઈને વાહન ચાલકો સ્વીકારે તો છે પરંતુ નિયમનુ પાલન કરશે કે નહિ તે હજુ પણ સવાલ છે.

ટ્રાર્ફિક નિયમોનું પાલન અને વાહન ચાલકોની સલામતીને લઈને વાહન-વ્યવહાર વિભાગે કડક નિયમોની જોગવાઈ શરૂ કરી છે. જેમા ટ્રાર્ફિકના જુદા-જુદા ગુના હેઠળ દંડ વસુલ કરવામા આવશે. આ દંડ પ્રથા સરકારી તિજોરીને ભારે કરશે કે વાહન ચાલકોમા જાગૃતતા લાવશે તે હવે આવનારો સમય જ બતાવશે. 
First published: February 9, 2016, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading