અમદાવાદઃ વેપારીને શરદીની દવા રૂ. 4.90 લાખમાં પડી, વાંચો ચેતવણીરૂપ કિસ્સો

અમદાવાદઃ વેપારીને શરદીની દવા રૂ. 4.90 લાખમાં પડી, વાંચો ચેતવણીરૂપ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

ઉઘરાણીના ત્રણ લાખ કેશ તેમજ સાંજના પાર્લરમાં વકરો થયેલ રૂ 1.60 લાખ અને બાકીના બીજા વિસ્તારના અમૂલની એજન્સીના 3.30 લાખ રૂપિયા મળીને કુલ 4.30 લાખ રૂપિયા હતા.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં કારના કાચ તોડી કિંમતી માલસામાન અને રોકડની ચોરી કરતી ગેંગ સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક દિવસ અગાઉ વસ્ત્રાપુર (vastapur) વિસ્તારમાં કરનો કાચ તોડી લેપટોપની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. તો હવે નરોડામાં (Naroda) વેપારી શરદીની દવા લેવા મેડિકલમાં ગયો ત્યારે ગઠિયાએ કારનો કાચ તોડી 4.90 લાખની રોકડ રકમ  ચોરીને ફરાર થઇ ગયો છે. વેપારી પાર્લરના તેમજ અન્ય અમૂલની એજન્સીના રૂપિયા લઈને ઘરે જતા હતા.

કૃષ્ણનગરના વિનાયક પ્લાઝામાં રહેતા અને અમૂલ પાર્લરના ડિસ્ટિબ્યૂટર તેમજ પોતાનું પાર્લર ધરાવતા પ્રતીક શાહે  નરોડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ગઈ કાલે પ્રતીકના ઉઘરાણીના ત્રણ લાખ કેશ તેમજ સાંજના પાર્લરમાં વકરો થયેલ રૂ 1.60 લાખ અને બાકીના બીજા વિસ્તારના અમૂલની એજન્સીના 3.30 લાખ રૂપિયા મળીને કુલ 4.30 લાખ રૂપિયા હતા. જે તેમણે લેપટોપ બેગમાં મુક્યા હતા.ત્યારબાદ પ્રતીક રાતે   કામ પતાવીને પરત ઘરે જઈ રહ્યા હતા, જોકે રસ્તામાં નરોડા પાટિયા સિટી સેન્ટરમાં આવેલ મેડિકલ ઉપરથી શરદીની દવા લેવા માટે કાર પાર્ક કરીને  ગયા હતા. પ્રતીક દવા લઈને પરત કાર પાસે આવીને જોયું તો કારનો કાચ તૂટેલો હતો. અજાણ્યા શખ્સો કારનો કાચ તોડી તેમની બેગમાં રહેલ 4.90 લાખ રૂપિયા રોકડ રકમ  ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આ બાબતે નરોડા પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. નરોડા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરના એસજી હાઇવે પર બિલાડીની ટોપની માફક કોફી શોપ ખુલી ગયા છે. અહીં આવનાર લોકો નજીકમાં જ્યાં જગ્યા મળે ત્યાં જ વાહનો મૂકીને કોફી કે નાસ્તાની લિજ્જત માણવા જતા હોય છે. અગાઉ આ જ રીતે વાહન મૂકીને બેદરકારી દાખવનાર વાહન ચાલકોના વાહન કે વાહનમાંથી કોઈ વસ્તુઓ ચોરી થઈ હતી.

આ પણ વાંચોઃ-

ત્યારે વધુ એક આવી ઘટના બની છે. જેમાં એક બેન્ક મેનેજર કોફી પીવા ગયા હતા અને વીસેક મિનિટ રહીને આવ્યા તો કારનો કાચ તોડી શખશો 50 હજારનું લેપટોપ ચોરી ફરાર થઈ ગયા હતા. ત્યારે એસજી હાઇવે પર કોફી બાર પર બેસવા જનાર લોકો માટે આ તમામ કિસ્સા ચેતવણીરૂપ બન્યા છે. મહારાષ્ટ્રમાં રાહેત નિશાંત ભાઈ પટેલ ખાનગી બેંકમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 8મીએ તેઓ તેમના પત્ની અને સાસુ સાથે અમદાવાદ આવ્યા હતાં. લોકડાઉનમાં તેમના સાસુ મુંબઈ ખાતે રોકાઈ જતા તેઓને ગોતા ખાતે મુકવા કારમાં આવ્યા હતા.પરંતુ ઘર ઘણા સમયથી બંધ હોવાથી તેઓ કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે રોકાયા હતા. બાદમાં નિશાંત ભાઈ તેમના પત્ની અને મિત્ર સાથે કોઈ કામ અર્થે બહાર ગયા હતાં. ત્યાંથી પરત ફરી નિશાંત ભાઈ તેમના પત્ની સાથે ગોયલ પ્લાઝા પાસે આવેલા શંભુ કોફી બાર ગયા હતાં. ત્યાં વીસેક મિનિટ રોકાયા અને કોફી પીને પરત હોટલ જઈ રહ્યા હતા. ત્યારે કાર પાસે પરત આવતા કારની પાછળના સાઈડના દરવાજાનો કાચ તૂટેલો હતો. કારમાં જોયું તો 50 હજારનું લેપટોપ અને નિશાંતભાઈ તથા તેમના પુત્રના અનેક ડોક્યુમેન્ટ ગાયબ હતા. બાદમાં તેઓએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:January 15, 2021, 17:09 pm

ટૉપ ન્યૂઝ