અમદાવાદ: કોરોનાના કેસ (Corona cases in Ahmedabad) વધતા આરોગ્ય તંત્રની ચિંતા વધી રહી છે. કોરોનાને મ્હાત આપવા તંત્ર ટ્રેસ કરો, ટેસ્ટ કરો અને ટ્રીટ (trace, test and treat) કરોની ફોર્મ્યુલા અપનાવી રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત હોસ્પિટલમાં તો RTPCR ટેસ્ટ ફ્રીમાં થાય જ છે એ ઉપરાંત હવે ખાનગી લેબ દ્વારા પણ અમદાવાદની કેટલીક નિશ્ચિત જગ્યાએ RTPCR ટેસ્ટ મફત કરી આપવામાં આવશે. કોરોનાના લક્ષણો જણાય તો તરત લોકો ઝડપથી ટેસ્ટ કરાવે અને તેની ઝડપથી ટ્રીટમેન્ટ થઈ શકે તે હેતુથી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સામાન્ય રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેસ્ટિંગ માટે તંબુ તો ઉભા કર્યા છે. જ્યાં લોકો કોરોનાના લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ કરાવી શકે. તેમજ વધુ તકલીફ જણાય તો અર્બન સેન્ટરો પર RTPCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ખાનગી લેબોરેટરીઓ RTPCR ટેસ્ટ માટેના 400 રૂપિયા જેટલી ફી વસૂલી રહી છે. હાલમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા ટ્રેસિંગ , ટેસ્ટીગ અને ટ્રીટિંગની પદ્ધતિ અનુસાર ટેસ્ટ વધારવામાં આવ્યા છે. જેથી લોકો કોરોનાના લક્ષણો જણાય તો તે માટે ઝડપથી ટેસ્ટ કરવી શકે.
પ્રાઇવેટ લેબમાં ખર્ચ કરવો પડતો હોય લોકો ત્યાં ટેસ્ટ કરાવવા માટે જતા ન હતા. જેને લઈ તંત્ર દ્વારા કેટલીક પ્રાઇવેટ લેબના સહયોગથી RTPCR ટેસ્ટ સુવિધા ફ્રી કરવામાં આવી છે. જે માટે કેટલાક સ્પોટ પણ તંત્ર દ્વારા આઇડેન્ટિફાઇડ કરવામાં આવ્યા છે. જ્યાં લોકોની સૌથી વધુ અવર જવર કરે છે, એવા ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે, કાલુપુર રેલવે સ્ટેશન પર, ફુટબોલ ગ્રાઉન્ડ સહિત કેટલીક નિશ્ચિત જગ્યાઓ પર લોકો જાતે જઈ ફ્રી માં RTPCR ટેસ્ટ કરાવી શકે છે. તેમજ આરોગ્ય તંત્રના અધિકારી જે સૂચના આપશે તે જગ્યાએ પણ આ પ્રકારે લેબોરેટરી ટેસ્ટ કરવા જશે. અને જરૂર પડે આગામી દિવસોમાં આ વ્યવસ્થામાં હજુ વધારો કરવામાં આવશે.
મહત્વનું છે કે, એન્ટિજન ટેસ્ટ જોઈએ તેટલું સચોટ પરિણામ આપતા નથી અને બીજુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા RTPCR ટેસ્ટ પર વધુ ભાર મુક્યો છે કે, જેટલા ઝડપથી RTPCR ટેસ્ટ થશે એટલા ઝડપથી લોકોને સારવાર મળી રહેશે જેને લઈ તંત્ર દ્વારા અમદાવાદ શહેરના મહત્વના સ્પોટ પર ખાનગી લેબ દ્વારા RTPCR ફ્રી થાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર