Home /News /madhya-gujarat /અમદાવાદ : GTUમાં યોજાશે ટોયકાથોન-2021, 24મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

અમદાવાદ : GTUમાં યોજાશે ટોયકાથોન-2021, 24મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

ભારતીય બજારમાં 1.5 મિલિયન ડૉલરનું રમકડાં માર્કેટ 

ભારતીય બજારમાં 1.5 મિલિયન ડૉલરનું રમકડાં માર્કેટ 

અમદાવાદ : માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા ટોયકાથોન -2021નો શુભારંભ કરવામાં આવ્યો છે. જુદાં-જુદાં 68 પ્રોબ્લેમ અને સ્ટેટમેન્ટ પર ભારતની 14000 ટીમ ભાગ લઈ રહી છે. રાજ્યમાંથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) નોડલ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાના હસ્તે ટોયકાથોન –2021નો શુભારંભ કરવામાં આવ્યો છે. 24મી જૂને ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિજીટલ માધ્યમ થકી ચર્ચા કરશે.

કાર્યક્રમના મુખ્ય અતિથિ અને શિક્ષણમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં 1.5 મિલિયન ડૉલરનું રમકડાં માર્કેટ છે. જેમાંથી 80% રમકડાની વિદેશમાંથી આયાત થાય છે. આ પ્રકારના ટોયકાથોનથી આત્મનિર્ભર ભારતને વેગ મળશે અને વિદેશી આયાત ઘટશે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ વિવિધ ટોય ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે હંમેશા માટે કાર્યરત રહશે. ભારત સરકારે રમકડાં ઉધોગનો વિકાસ થાય અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળી રહે તે અર્થે ટોયકાથોન-2021 નું આયોજન કર્યું છે.

આ પણ વાંચો - બે બાળકોના પિતાને થયો 2 યુવતીઓ સાથે પ્રેમ, પત્ની કરાવે છે તેમના લગ્ન, બધા હળીમળી રહેશે સાથે

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પણ ટોયકાથોનના આયોજનમાં સહભાગી થયેલ છે. 3 દિવસીય ટોયકાથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા રમકડાં ઉદ્યાગને લગતાં વિવિધ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ પર કાર્યરત રહીને ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ , રચનાત્મકત્તા અને લોજીકલ વિષયો પર રમકડા નિર્માણ માટેના આઈડિયાઝ રજૂ કરાશે.
" isDesktop="true" id="1107807" >

શિક્ષણ મંત્રાલય દ્વારા જીટીયુને કુલ 30 ટીમો ફાળવવામાં આવી છે. જેમાંથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિજિટલ લેવલમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે આગામી સમયમાં સામાન્ય સંજોગોમાં ફિઝીકલ મોડમાં અન્ય 20 ટીમો ભાગ લેશે. આ ટોયકાથોનનો મુખ્ય હેતુ આજના યુવા ટેકનોક્રેટના વિચારો અને તેમની આવડતથી રમકડાં ઉદ્યોગમાં રહેલી વિવિધ સમસ્યાઓનું સમાધાન મેળવવાનું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Toykathon, Toykathon 2021, છાત્ર, જીટીયુ, નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन