અમદાવાદઃ કોરોનાગ્રસ્ત પ્રવાસી મેડિકલ ઓફિસરની સુચના અવગણી એરપોર્ટ પહોંચ્યો, તંત્રમાં મચી દોડધામ


Updated: July 31, 2020, 9:46 AM IST
અમદાવાદઃ કોરોનાગ્રસ્ત પ્રવાસી મેડિકલ ઓફિસરની સુચના અવગણી એરપોર્ટ પહોંચ્યો, તંત્રમાં મચી દોડધામ
અમદાવાદ એરપોર્ટની ફાઈલ તસવીર

પ્રવાસીએ અમેરિકા જવાની જીદ કરતા ત્યાથી તેઓ ચેક પોઇન્ટ પર મેડિકલ ઓફિસરની સલાહ અવગણી સહકાર ન આપી એરપોર્ટ જવા રવાના થયો હોવાનો મેસેજ ઓફિસર દ્વારા ઉપલા અધિકારી આપ્યો હતો.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન (AMC) અને અમદાવાદ એરપોર્ટના (Ahmedabad Airport) સંકલનના કારણે કોવિડ-19ના (covid-19) દર્દીને પકડી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ (civil hospital) દાખલ કરવામાં સફળતા મળી હતી. એએમસી દ્વારા જણાવામા આવ્યું છે કે પૂર્વ ઝોન રામોલ - હાથીજણ વોર્ડ દ્વારા એકસ્પ્રેસ હાઇવે ટોલ પ્લાઝા તેમજ એસ રી રીંગ રોડ એક્ઝીટ પોઇન્ટ પર કોરોના ટેસ્ટીંગ ટિમ દ્વારા શહેરમાં પ્રવેસ કરતા પ્રવાસીઓની કોરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે.

આજરોજ સાંજે ચાર કલાકે એકસ્પ્રેસ હાઇવે થી એસ પી રીંગ રોડ પરની હિંમતનગર તરફના એક્ઝીટ પોઇન્ટ થા તાવેલા કાર GJ 23 AN 3547 માં પ્રવાસ કરી રહેલ પ્રવાસીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ હતા. જેમાંથી એક પ્રવાસી કોરોના પોઝિટીવ હોવાનું જણાવેલ હતુ. જેથી હાજર મેડિકલ ટિમ દ્વારા તેઓને પ્રવાસ અટકાવી જરૂરી તકેદારી / સારવાર લેવા સમજાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-પતિને જીવતો કે મૃત મોકલ, નહીં તો તારા બાળકનું માથું મોકલીશ': પત્નીએ પરિચિત મહિલાના બાળકનું અપહરણ કર્યું

પરંતુ સદરહુ પ્રવાસીએ અમેરિકા જવાની જીદ કરતા ત્યાથી તેઓ ચેક પોઇન્ટ પર મેડિકલ ઓફિસરની સલાહ અવગણી સહકાર ન આપી એરપોર્ટ જવા રવાના થયો હોવાનો મેસેજ ઓફિસર દ્વારા ઉપલા અધિકારી આપ્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા જસદણમાં નવતર પ્રયોગ, ચાની લારી પર ઉપલબ્ધ છે હર્બલ ટી

આ પણ વાંચોઃ-તહેવારો પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર, પહેલીવાર સીંગતેલના ભાવમાં આટલો બધો થયો ઘટાડોઆ ઘટનાની જાણ આસિ. કમિશ્નર તેજશ ભંડારી થતા તેઓ એરપોર્ટ ટર્મિનલ મેનેજર સાથે સંકલન કરી પ્રવાસીને એરપોર્ટ પરથી જ આઇસોલેટ કરવામાં આવ્યા હતા.

એરપોર્ટ પરથી જ હિંમતનગરથી આવેલા પ્રવાસી જે અમેરિકા જવા માટે એરપોર્ટ પર ગયા હતા. તે પ્રવાસીને એરપોર્ટ પરથી ઝડપી 108 મારફતે સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે દાખલ કરી દેવામાં આવ્યા હતા. આમ એએમસી દ્વારા પ્રવાસીઓના હિત રાખી સફળ કામગીરી પૂર્ણ કરી હતી.
Published by: ankit patel
First published: July 30, 2020, 10:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading