ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો : કુલ 144 કેસ, અમદાવાદમાં વધુ 11 કેસ નોંધાયા, 11માંથી 10 મુસ્લિમ

News18 Gujarati
Updated: April 6, 2020, 11:28 AM IST
ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો : કુલ 144 કેસ, અમદાવાદમાં વધુ 11 કેસ નોંધાયા, 11માંથી 10 મુસ્લિમ
ફાઇલ તસવીર

રાજ્યમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત, 21 લોકો સારવાર બાદ સાજા થયા, એકલા અમદાવાદમાં 64 પોઝિટિવ કેસ.

  • Share this:
ગાંધીનગર : ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસે  (Coronavirus)ધીમે ધીમે પોતાની પકડ મજબૂત બનાવી છે. છઠ્ઠી એપ્રિલના 10 વાગ્યા સુધી રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ (Corona Positive Cases)કેસનો સંખ્યા 144 થઈ છે. પાંચમી એપ્રિલ સાંજથી છઠ્ઠી એપ્રિલના 10 વાગ્યા સુધી કોરોના પોઝિટિવ કેસમાં 16 નવા કેસનો ઉમેરો થયો છે. જેમાંથી ફક્ત અમદાવાદ (Ahmedabad)માં જ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસનો સંખ્યા 64 પર પહોંચી છે. આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિ (Dr Jayanti Ravi - Principal Secretary)એ સોમવારે પત્રકાર પરિષદ કરીને આ માહિતી આપી હતી.

11 લોકોનાં મોત :

રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓમાંથી બે લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 11 લોકોનાં મોત થઈ ચુક્યા છે. કોરોના વાયરસની તપાસ માટે અત્યાર સુધી 2714 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 144 રિપોર્ટ પોઝિટિવ, 2531 નેગેટિન અને 49 રિપોર્ટ પેન્ડિંગ છે. રાજ્યના વિવિધ શહેરોમાં હાલ 12,885 લોકોને હૉમ ક્વોરન્ટીન રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત હૉમ ક્વૉન્ટીનના ભંગ બદલ અત્યાર સુધી 418 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી ચુકી છે.

21 લોકો સાજા થયા :

રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 11 લોકોનાં મોત થયા છે તેવી રીતે અત્યાર સુધી વિવિધ શહેરમાંથી કોરોનાની બીમારીને મ્હાત આપનાર લોકોની સંખ્યા 21 પર પહોંચી છે. જેમાં અમદાવાદના 6, સુરતના 5, રાજકોટના 3, વડોદરાના 5 અને ગાંધીનગરન 2 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કુલ પોઝિટિવ કેસમાંથી વિદેશ પ્રવાસ કરનારા લોકો 33 : 

ગુજરાતમાં છઠ્ઠી એપ્રિલ સવારના 10 વાગ્યા સુધી જે કુલ 144 કેસ નોંધાયેલા છે તેમાંથી વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા લોકોની સંખ્યા 33 છે. જ્યારે આંતરરાજ્ય પ્રવાસ કરનારા દર્દીઓની સંખ્યા 36 છે. જ્યારે લોકલ ટ્રાન્સમિશન કેસોની સંખ્યા 85 છે. એટલે કે સૌથી વધારે કેસ લોકલ ટ્રાન્સમિશનના છે.

અમદાવાદમાં 11 નવા પોઝિટિવ કેસ

છ એપ્રિલના રોજ સામે આવેલા કુલ 16 પોઝિટિવ કેસમાંથી એકલા અમદાવાદમાં 11 કેસ નોંધાયા છે. આ 11 કેસમાંથી એકલા મુસ્લિમ સમાજમાંથી 10 કેસ નોંધાયા છે. આ લોકોનું દિલ્હીના જમાત મરકઝનું કનેક્શન પણ સામે આવ્યું છે. આથી સરકારે મુસ્લિમ મસાજના આગેવાનો અને તેમના મૌલવીઓને અપીલ કરી છે કે તેઓ ઘર બહાર નીકળ્યા વગર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આ અંગે જાગૃત કરે.

કયા જિલ્લામાં કેટલા કેસ :

અમદાવાદ : 64 કેસ
સુરત : 17 કેસ
રાજકોટ: 10 કેસ
વડોદરા : 12 કેસ
ગાંધીનગર : 13 કેસ
ભાવનગર : 13 કેસ
કચ્છ : 2 કેસ
મહેસાણા : 2 કેસ
ગીર-સોમનાથ : 2 કેસ
પોરબંદર : 3 કેસ
પંચમહાલ : 1 કેસ
પાટણ : 2 કેસ
છોટાઉદેપુર : 1 કેસ
જામનગર : 1 કેસ
મોરબી : 1 કેસ
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading