અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડિરેક્ટરનો મોટો ખુલાસો, 'મને ઝેર આપીને મારવાનો પ્રયાસ થયો હતો'

અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડિરેક્ટરનો મોટો ખુલાસો, 'મને ઝેર આપીને મારવાનો પ્રયાસ થયો હતો'
તપન મિશ્રાની ફાઇલ તસવીર

'ભારતના પ્રખર અવકાશ વિજ્ઞાની વિક્રમ સારાભાઈનું મોત રહસ્યમય રીતે થયુ હતુ. એ ઉપરાંત ઈસરોના અનેક વિજ્ઞાની-એન્જિનિયરો રહસ્યમય રીતે મૃત્યુ પામતા જ રહે છે.'

 • Share this:
  ઈસરોના (ISRO) મોટા વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રાએ (Tapan Misra) દાવો કર્યો છે કે, 2017માં તેમને ઝેર (Poison) આપવામાં આવ્યું હતુ. તપન મિશ્રાએ આ દાવો પોતાની ફેસબૂક પોસ્ટમાં કર્યો છે. જોકે, તેમણે એ પણકહ્યું છે કે, તેમને એ અંગે કોઇ આઇડિયા નથી કે તેમને આ ઝેર કોણે અને કેમ આપ્યું હતુ?

  ચટણીમાં ભેળવીને આપ્યું હતું ઝેર  તપન મિશ્રાએ એ પણ દાવો કર્યો છે કે, તેમને બેંગ્લુરૂમાં પ્રમોશન ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવ્યું હતું. તેમને ઝેર ઇડલી સાથેની ચટણીમાં ભેળવીને આપવામાં આવ્યું હતું. જેના કારણે તેમને 30થી 40 ટકા બ્લડ લૉસ થયું હતું. તપન મિશ્રાને એનલ બ્લીડિંગ થઇ રહ્યું હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ખુબ મુશ્કેલીથી તેમનો જીવ બચ્યો હતો. તપન મિશ્રાએ પોતાની સાથે થયેલી ઘટનાને ફેસબુક પર પોસ્ટ કરી છે.  'આની તપાસ થાય'

  તપન મિશ્રાએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પોતાના ફેસબુક પોસ્ટની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઘર પર જે આર્સેનિક આપે છે, તે ઑર્ગેનિક હોય છે. જે ઝેર તેમને આપવામાં આવ્યું હતું તે એક ઇનરવેરિક ઑર્સેનિક છે. આ પાણીમાં નથી ભળતું. આ એક પ્રકારનું ક્રિસ્ટલ હોય છે. જેના કારણે મૉલીક્યૂલર એક્સપેન્શન હોય છે. આ ખુબજ દુર્લભ હોય છે.  કોઇ માણસને મારવા માટે તેનું 1 ગ્રામ પુરતૂ હોય છે. મને શંકા છે કે મને ઝેર આપવામાં આવ્યું હતું. હું ઇચ્છું છું કે, આની તપાસ કરવામાં આવે. મે કોઇને ફરિયાદ નથી કરી. હું કોઇને મળી નથી શકતો.  'આ ઝેર આપ્યા પછી બહુ ઓછા લોકો બચી શકે'

  પોસ્ટ પ્રમાણે, સારવાર કરનારા તબીબોએ કહ્યુ હતુ કે, આટલી માત્રામાં ઝેર આપ્યા પછી બહુ ઓછા લોકો બચી શકે,તમે એમાના એક છો. ઝેર કોણે અને શા માટે આપ્યુ હતુ તેની તપાસ થવી જોઈએ એવો સૂર મિશ્રાએ પોસ્ટમાં વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યુ હતુ કે આ ઝેર વિશે મારે કોઈને વાત ન કરવી એવી પણ સૂચના મને એક ભારતીય-અમેરિકન પ્રોફેસરે 2019માં આપી હતી.  ભારતના પ્રખર અવકાશ વિજ્ઞાની વિક્રમ સારાભાઈનું મોત રહસ્યમય રીતે થયુ હતુ. એ ઉપરાંત ઈસરોના અનેક વિજ્ઞાની-એન્જિનિયરો રહસ્યમય રીતે મૃત્યુ પામતા જ રહે છે. એ સંજોગોમાં એવી શંકા પ્રબળ બની રહી છે કે ઈસરોના વિજ્ઞાનીઓને ખતમ કરવા માટે કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કામ કરી રહ્યું છે.  જાન્યુઆરીમાં થવાના છે નિવૃત્ત

  બીજી તરફ તપન મિશ્રા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર હતા ત્યાંથી તેમને બેંગાલુરૂ ખાતે ઈસરોના મુખ્યાલયમાં ટ્રાન્સફર કરાયા હતા. એે બદલીને કારણે ઈસરોના પ્રમુખ તરીકે પસંદગી થવાની તેમની તક ઘટી ગઈ હતી. એ વખતે તેમની બદલી અટકાવવા માટે ઘણા વિજ્ઞાનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. મિશ્રા આ જાન્યુઆરીમાં જ નિવૃત્ત થઈ રહ્યા છે, માટે તેમણે આ વાતની તપાસ કરવા હેતુથી જાહેર કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:January 06, 2021, 08:10 am