Home /News /madhya-gujarat /

લોકસભા ચૂંટણી : શું PM નરેન્દ્ર મોદી આ વખતે પ્રિતમ મુંડેનો રેકોર્ડ તોડશે?

લોકસભા ચૂંટણી : શું PM નરેન્દ્ર મોદી આ વખતે પ્રિતમ મુંડેનો રેકોર્ડ તોડશે?

નરેન્દ્ર મોદી, પ્રિતમ મુંડે (ફાઇલ તસવીર)

વારાણસી ઉપરાત 2014ની ચૂંટણી દરમિયાન મોદી વડોદરા બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા. આ બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર થયું ત્યારે મોદીના નામે એક રેકોર્ડ નોંધાયો હતો.

  ન્યૂઝ18 ગુજરાતી : લોકસભાની ચૂંટણી માટે બીજેપીએ પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. યાદી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. 2014ની ચૂંટણીમાં મોદી એક સાથે બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પીએમ મોદી આ બંને બેઠક પરથી વિજેતા થયા હતા. વરાણસીમાં આપના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અજય રાય સામે તેમની સીધી ટક્કર હતી. આ ચૂંટણીમાં મોદીએ આપના અરવિંદ કેજરીવાલને 3.37 લાખ મતના માર્જિનથી હાર આપી હતી. અરવિંદ કેજરીવાલને આ ચૂંટણીમાં 1,79,739 મત મળ્યા હતા. જ્યારે મોદીને 5,16,593 મત મળ્યા હતા.

  વડોદરામાં મોદીના નામે રેકોર્ડ નોંધાયો હતો

  વારાણસી ઉપરાત 2014ની ચૂંટણી દરમિયાન મોદી વડોદરા બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા. આ બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર થયું ત્યારે મોદીના નામે એક રેકોર્ડ નોંધાયો હતો. કોંગ્રેસ તરફથી આ બેઠક પર મધૂસુદન મિસ્ત્રીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં મોદીને કુલ 8,45,464 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મધૂસુદન મિસ્ત્રીને 2,75,336 લાખ મત મળ્યા હતા. એટલે કે મોદીએ 5,70,128 મતથી કોંગ્રેસના ઉમેદવારના પરાસ્ત કર્યા હતા. મોદીની આ જીત લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી મોટા માર્જિનથી મેળવેલી જીતમાં ચોથા નંબરે નોંધાઈ હતી.

  લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા માર્જિનથી મળેલી જીત  અત્યાર સુધીની લોકસભાની ચૂંટણીના પરિણામનો રેકોર્ડ તપાસવામાં આવે તો બીજેપીના નેતા ગોપીનાથ મુંડેની દીકરી પ્રિતમ મુંડેએ વર્ષ 2014ની પેટા ચૂંટણીમાં મહારાષ્ટ્રની બીડ બેઠક પરથી સૌથી વધારે માર્જિન સાથે જીત મેળવી હતી. પ્રિતમે 6,96,321 મતથી કોંગ્રેસના ઉમેદવાર અશોકરાવ પાટીલને હાર આપી હતી. આ ચૂંટણીમાં પ્રિતમને કુલ 922,416 મત મળ્યા હતા.  સૌથી વધારે માર્જિનથી જીતનો બીજા નંબરનો રેકોર્ડ સીપીઆઈ(એમ)ના અનિલ બાસુના નામે નોંધાયો છે. 2004ની લોકસભાની ચૂંટણી દરમિયાન અનિલ બાસુએ ભાજપના ઉમેદવારને 5,92,502 મતથી હાર આપી હતી. અનિલ બાસુ પશ્ચિમ બંગાળની અમરબાગ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમને કુલ 744,464 મત મળ્યા હતા.  સૌથી મોટી જીતમાં ત્રીજા નંબરે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ આવે છે. 1991ની પેટા-ચૂંટણીમાં તેમણે આંધ્રપ્રદેશની નંદયાલ બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમણે 5,80,297 મતની માર્જિનથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપના બાંગારુ લક્ષ્મણને ફક્ત 45,944 મત મળ્યા હતા. આ પેટા-ચૂંટણીમાં પીવી નરસિમ્હા રાવને કુલ 6,26,241 મત મળ્યા હતા.  સૌથી મોટી જીતમાં ચોથા નંબરે પીએમ નરેન્દ્ર મોદી આવે છે. 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે વડોદરા બેઠક પરથી કોંગ્રેસના મધૂસુદન મિસ્ત્રીને હાર આપી હતી. આ ચૂંટણીમાં મોદીને કુલ 8,45,464 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મધૂસુદન મિસ્ત્રીને 2,75,336 લાખ મત મળ્યા હતા. મોદીએ 5,70,128 મતથી કોંગ્રેસના ઉમેદવારના પરાસ્ત કર્યા હતા.  પાંચમાં નંબર જનરલ વી.કે. સિંઘ આવે છે. ગત ચૂંટણીમાં એટલે કે 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પરત તેમણે 5,67,260 મતથી વિજય મેળવ્યો હતો. આ બેઠક પર તેમની સામે બોલિવૂડ અભિનેતા રાજ બબ્બર કોંગ્રેસની ટિકિટ પરથી ઉભા રહ્યા હતા. વી.કે. સિંઘને આ ચૂંટણીમાં 7,58,482 મત જ્યારે રાજ બબ્બરને 1,91,222 મત મળ્યા હતા.

  મોદી તોડશે પ્રિતમ મુંડેનો રેકોર્ડ?

  પીએમ મોદી જીતના દાવા સાથે હવે ફરીથી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આશા વ્યક્ત કરવામાં આવે છે કે તેઓ સૌથી વધારે મતોથી જીતનો તેમના જ પક્ષના નેતાની દીકરીનો રેકોર્ડ બ્રેક કરશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Biggest Victory, Election 2019, Lok sabha election 2019, Varanasi, ચુંટણી પરિણામ, નરેન્દ્ર મોદી, પીએમ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन