આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ, 1.40 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભાવી ઉપરથી ઉઠશે પડદો

આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ, 1.40 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભાવી ઉપરથી ઉઠશે પડદો
પ્રતિકાત્મક તસવીર

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ -2020ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ બાદમાં જાહેર કરાશે તથા ગુણચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા અંગેની સૂચનાનાઓ પણ અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

 • Share this:
  અમદાવાદઃ અત્યારે કોરોના વાયરસનો (coronavirus) સમય ચાલી રહ્યો છે ત્યારે લોકો લોકડાઉન ખુલે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, ધોરણ-12ના વિદ્યાર્થીઓ પોતાના પરિણામની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે. ધોરણ-12ના વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. આજે રવિવારે 17 મેના રોજ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. આજે જાહેરત થનારા બોર્ડના રિઝલ્ટમાં રાજ્યના આશરે 1.40 લાખથી વધારે વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થશે. બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન સવારે 8 વાગ્યાથી જોઇ શકાશે.

  હાલ ફક્ત પરિણામ જોવા મળશે માર્કશીટ વિતરણ નહીં થાય


  મળતી માહિતી પ્રમાણે કોરોના વાયરસના સમયમાં સંક્રમણે ફેલાવો રોકવા માટે અને લોકડાઉનની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અત્યારે માત્ર પરિણામ જોઈ શકશે.આ ઉપરાંત બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ -2020ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ બાદમાં જાહેર કરાશે તથા ગુણચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા અંગેની સૂચનાનાઓ પણ અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

  ધોરણ-12 સાયન્સનું પરિણામ જોવા માટે

  1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતી
  ગુજરાત માદ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)દ્વારા માર્ચમાં લેવાયાલે ધોરણ 12 સાયન્સી પરીક્ષામાં ગુજરાત રાજ્યના 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે 17મેના દિવસે તેમના મહેનતનું પરિણામ જાહેર થશે.

  રાજ્યમાં ધોરણ 10-12ના કુલ 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓએ બાર્ડની પરીક્ષા આપી હતી
  માર્ચમાં યોજાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી 12 સાયન્સમાં જૂના કોર્સના 23 હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી હતી. તો આ વર્ષે જેલમાંથી 175 જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપી હતી.
  Published by:News18 Gujarati
  First published:May 16, 2020, 23:11 pm

  ટૉપ ન્યૂઝ